Gandhinagar News/ ગુજરાતને GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરાથી રૂ. 9,726 કરોડની આવક

રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત વેરો અને વ્યવસાય વેરા પેટે કુલ રૂ. 9,726 કરોડની આવક થઈ છે. તેમા રાજ્યને જીએસટી પેટે રૂ. 5,838 કરોડ મળ્યા છે. વેટ હેઠળ રૂ. 2,974 કરોડની આવક થઈ છે. વિદ્યુત વેરા હેઠળ રૂ. 892 કરોડની આવક થઈ છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત વેરો અને વ્યવસાય વેરા પેટે કુલ રૂ. 9,726 કરોડની આવક થઈ છે. તેમા રાજ્યને જીએસટી પેટે રૂ. 5,838 કરોડ મળ્યા છે. વેટ હેઠળ રૂ. 2,974 કરોડની આવક થઈ છે. વિદ્યુત વેરા હેઠળ રૂ. 892 કરોડની આવક થઈ છે. વ્યવસાય વેરા હેઠળ રાજ્યને રૂ. 21 કરોડની આવક થઈ છે. આમ વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી જુલાઈના પ્રથમ ચાર માસમાં રાજ્યની આવક રૂ. 39,350 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 14 ટકા વધારે રૂ. રૂ. 39,350 કરોડ થઈ છે.

જુલાઈ 2023ની તુલનાએ આ વર્ષે જુલાઈમાં રાજ્ય સરકારને થયેલી વિવિધ વેરાકીય આવકમાં રૂ. 3,868 કરોડનો વધારો થયો છે. નાણાકીય વર્ષના 2023-24 ગુજરાત સરકાર માટે ખૂબ જ સારું રહ્યું છે. જીએસટી, વેટ અને ઇલેકટ્રોનિક ચાર્જિસની આવકના લીધે રાજ્ય સરકારની તિજોરી ભરાઈ ગઈ છે.  રાજ્ય સરકારે જીએસટી, વેટ અને વિદ્યુત વેરા પેટે વિક્રમી આવક થઈ છે.

કેન્દ્ર દ્વારા વસૂલવામાં આવતા જીએસટી માસિક ડેટા કલેકશને મહિને બે લાખ કરોડની એવરેજ બનાવવા દોટ લગાવી છે. તેમા પણ આઇજીએસટી કલેકશન તો મહિને એક લાખ કરોડને વટાવી જાય તેવી સંભાવના છે. જુલાઈ 2024માં GST કલેક્શન (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન) રૂ. 1,82,075 કરોડ હતું જે જુલાઈ 2023માં રૂ. 1,65,105 કરોડ હતું. ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ જુલાઈ 2024માં 10.3 ટકા વધુ GST વસૂલવામાં સફળતા મળી છે. જૂન 2024માં રૂ. 1.74 લાખ કરોડ જીએસટીની વસૂલાતમાં સફળતા મળી હતી. નાણા મંત્રાલય દ્વારા 1 જુલાઈ, 2024 ના રોજ જીએસટી કલેક્શન ડેટા જાહેર કરવામાં આવ્યો ન હતો. પરંતુ આ વખતે આ ડેટા GST કાઉન્સિલના પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલ મહિનામાં 2.10 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું હતું, જે એક રેકોર્ડ છે.

GST કલેક્શનનો માસિક ડેટા જાહેર કરતાં જણાવવામાં આવ્યું હતું કે જુલાઈ 2024માં CGST દ્વારા 32,386 કરોડ રૂપિયા, SGST દ્વારા 40,289 કરોડ રૂપિયા, IGST દ્વારા રૂપિયા 49,437 કરોડ અને સેસ દ્વારા રૂપિયા 11,923 કરોડ પ્રાપ્ત થયા છે. એટલે કે કુલ સ્થાનિક આવક 8.9 ટકાના ઉછાળા સાથે રૂ. 1.34 લાખ કરોડ થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના

આ પણ વાંચો:Gujarat Rain Live: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ

આ પણ વાંચો:જાતજાતના વાયરસથી ચેતી જજો, હોસ્પિટલો ઉભરાઈ રહી છે