Dahod News/ દેવગઢ બારિયામાં આવેલા બગીચાઓ શોભાના ગાંઢિયા બન્યા

દેવગઢબારિયા નગરમાં આવેલા બગીચા બન્યા શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. આ ઉપરાંત ક્યાંક અંધારપટ્ટ તો ક્યાંક મનોરંજનના સાધનોનો અભાવ ભર ઉનાળે બગીચાઓમાં સુવિધા ઉપલબ્ધ ન થતા નગરજનોએ જવું તો ક્યાં જવું જેવા અનેક સવાલ ઊભા થયા છે. પાલિકા તંત્ર દ્વારા આ મોરચે સત્વરે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ છે.

Gujarat Others Breaking News

દાહોદઃ દેવગઢબારિયા નગરમાં આવેલા બગીચા બન્યા શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. આ ઉપરાંત ક્યાંક અંધારપટ્ટ તો ક્યાંક મનોરંજનના સાધનોનો અભાવ ભર ઉનાળે બગીચાઓમાં સુવિધા ઉપલબ્ધ ન થતા નગરજનોએ જવું તો ક્યાં જવું જેવા અનેક સવાલ ઊભા થયા છે. પાલિકા તંત્ર દ્વારા આ મોરચે સત્વરે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ છે.

દેવગઢબારિયા નગરમાં આવેલા બગીચાઓ જાણે શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય તેમ જોવાઈ રહ્યું છે. હાલમાં કાળઝાળ ગરમીના કારણે સાંજના સમયે હાલ વેકેશનના કારણે બાળકો પણ ક્યાંક ને ક્યાંક ઠંડક મળી રહે અને તેની સાથે રમવા મળે તે હેતુથી તે માટે નાના બાળકો સાથે બાગબગીચાઓમા ફરવા માટે ઘરની બહાર નીકળે છે.

આ સમયે દેવગઢબારિયા નગરમાં રાજા રજવાડાના સમયથી ટાવર પાસે આવેલ સ્વ જયદીપસિંહ ઉદ્યાનમાં અગાઉ ચારે તરફ લાઈટની સુવિધા તેમજ મનોરંજનના સાધનો ફુવારાથી આ બાગ બગીચો સુશોભિત હતો અને આ બગીચામાં નગરજનો મોટી સંખ્યામાં બાળકો સાથે આનંદ માણતા હતા.

રાજારજવાડાના શાસનથી વિપરીત હાલમાં આ બગીચામાં નથી તો પૂરતી લાઈટની સુવિધા નથી મનોરંજનના સાધનો કે પછી નથી ફુવારાની સુવિધા હાલમાં આ બગીચો સુવિધા વિહોણો બન્યો હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે નજીકમાં જ આવેલ નાના નાની પાર્ક તેમજ નગરના સિવિલ હોસ્પિટલ સામે આવેલ સ્વ કાશ્મીરાબેન ઉદ્યાનમાં પણ સુવિધાના હોવાના કારણે નગરજનોને આ કાળઝાળ ગરમીમાં બાળકોને ફરવા લઈ જવું તો ક્યાં જવું જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

સ્થાનિક તંત્ર દ્વારા આ સુગવડના અભાવના કારણે શોભાના ગાંઠિયા સમાન બનેલા બગીચાઓમા સત્વરે સુવિધા ઉપલબ્ધ કરાવશે કે પછી ચોમાસામાં સુવિદ્યા ઉપલબ્ધ કરાવશે જેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે સત્વરે આ બગીચાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: AMTSને બસોમાં સપ્લાયમાં વિલંબ, સપ્લાયરો સામે આકરા પગલાંની માંગ

આ પણ વાંચો: RTOમાં ફરી સારથિ સર્વરના ધાંધિયા, બે દિવસ માટે લાઇસન્સની કામગીરી બંધ

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષા માટે ધરખમ ફેરફારો કરાયાં