ગુજરાતના ડાયમંડ સીટી કેહવાત સુરતમાં અકસ્માતની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના સીટી લાઈટ વિસ્તારમાં એક કાર ચાલકે ગાડી પરનો કાબુ ગુમાવતા કાર ફુટપાથ પર ચડી ગઈ હતી. એટલું જ નહીં ફુટપાથ પર સુતેલા મજુરવર્ગના લોકો પર કાર ચડી જતાં તે લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે આ અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વનું છે કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઇ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
