Gujarat News/ જાતજાતના વાયરસથી ચેતી જજો, હોસ્પિટલો ઉભરાઈ રહી છે

ચાંદીપુરા જેવો ઘાતક વાયરસ પણ હાહાકાર મચાવી રહ્યો છે

Top Stories Gujarat

Gujarat News : ચોમાસાને કારણે હોસ્પિટલ અને દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. વાયરલ ઈન્ફેક્શનના અનેક કેસ રાજ્યમાં જોવા મળી રહ્યા છે. તો ચાંદીપુરા જેવો ઘાતક વાયરસ પણ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે રાજ્યના આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ કેવી છે?, આરોગ્ય વિભાગ કેટલો ગંભીર છે?, ક્યાં કેવી સ્થિતિ છે તે અંગે તપાસ કરવામાં આવી હતી. રિયાલિટી ચેકમાં શું સામે આવ્યું?ગુજરાતના દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, જાતભાતના વાયરસથી લોકો બીમાર છે અને સારવાર લેવા માટે હોસ્પિટલમાં જઈ રહ્યા છે. પરંતુ ગુજરાત સરકારના આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો અને મહાનગરના અર્બન હેલ્થ સેન્ટરમાં કેવી સ્થિતિ છે તેની હકિકત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

 રાજ્યના લગભગ તમામ મોટા શહેરોમાં પહોંચીને  રિયાલિટી ચેક કરવામાં આવતા અનેક જગ્યાએથી ક્ષતિઓ સામે આવી. ક્યાં કેવી સ્થિતિ છે? આ છે વડોદરાના પાદરામાં આવેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર. અહીં તપાસમાં સૌથી પહેલા તો સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. દર્દીઓની લાંબી લાઈન જોવા મળી. જ્યાં દર્દીઓ સાજા થવા આવે છે ત્યાં જ ગંદકીનું એટલું સામ્રાજ્ય જોવા મળ્યું કે તેનાથી દર્દી સાજા થવાની જગ્યાએ માંદા પડી શકે છે. રાજ્યમાં વકરતાં રોગચાળા વચ્ચે રંગીલા રાજકોટના શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં પણ તપાસ કરવામાં આવી હતી. અહીં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો પરંતુ સારી વાત એ હતી કે અહીં સવારે નવ વાગ્યે જ તબીબો અને મેડિકલ સ્ટાફ હાજર દેખાયો. દર્દીઓ પણ આ આરોગ્ય કેન્દ્રથી ખુશખુશાલ જોવા મળ્યા. રાજકોટ પછી સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા જામનગરમાં આરોગ્ય કેન્દ્રમાં પોલંપોલ જોવા મળી.

રાજ્યમાં રોગચાળા વચ્ચે આ આરોગ્ય કેન્દ્ર સ્ટાફની અછતનો સામનો કરી રહ્યું છે. માત્ર 50 ટકા સ્ટાફથી જ ચાલતા આ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો. અપૂરતા સ્ટાફના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠી રહ્યા છે. તે સિવાય મહેસાણાના લાખવડમાં આવેલા આરોગ્ય સબ સેન્ટરમાં  દરવાજા બંધ જોવા મળ્યા. અહીં નતો કોઈ સ્ટાફ જોવા મળ્યો, નતો કોઈ ડૉક્ટર. બધુ જ અસ્તવ્યસ્ત જોવા મળ્યું.  ગુજરાતમાં હાલ રોગચાળો વકર્યો છે અને દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, પરંતુ ગુજરાતના આરોગ્ય કેન્દ્રોમાં તગડો પગાર લેતા અધિકારીઓ અને તબીબો પોતાનું કામ બરાબર કરી રહ્યા નથી. આવી બેદરકારી દાખવતાં સરકારી કર્મીઓ સામે સરકારે ત્વરિત એક્શન લેવા જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદથી ખરીફ પાકોનું ૭૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચો:સુરતમાં સ્પા – મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર વિરૂદ્ધ અડાજણ પોલીસની કાર્યવાહી

આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં