@દિવ્યેશ પરમાર
Surat News: સુરતમાં સ્પા – મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવ્યાપારને અવારનવાર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે ત્યારે અડાજણ પોલીસે દેહવ્યાપારનો ગોરખધંધો ચલાવતા ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં અડાજણ પોલીસે સ્પા મસાજની આડમાં દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવનાર એક ઈસમની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે અડાજણ પોલીસને બાતમી મળી હતી કે, અડાજણ ભૂલકા ભવન જલારામ હોન્ડાના શોરૂમ પાસે આવેલી એક દુકાનમાં સ્પા મસાજ ની આડમાં મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવે છે. જેથી પોલીસે બાતમીના આધારે એક ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરાવી હતી અને ત્યારબાદ રેડ કરી પોલીસે એક મહિલા અને સ્પાનું સંચાલન કરતાં સંચાલકને ઝડપી પાડ્યો છે.
પોલીસે આલમ ઉર્ફે રોબી દુલાલ શેખની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું જણાવ્યું હતું અને અહીં સંચાલક તરીકે નોકરી કરે છે. પોલીસની પૂછપરછમાં સ્પાનો માલિક મયુરભાઈ નાઈ છે. જોકે પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. હાલ તો પોલીસે સ્પાના માલિકને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં
આ પણ વાંચો:બાળકોને મોબાઈલ આપતા પહેલા થઇ જજો સાવધાન, માઠું લાગી આવતા 10 વર્ષના બાળકે કર્યો આપઘાત
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, યુવકને તલવાર વડે કેક કાપવી પડી મોંઘી
