Paris Olympics: વધુ એક ભારતીય શૂટરે ઓલિમ્પિકમાં ત્રિરંગો લહેરાવ્યો છે. શૂટર સ્વપ્નિલ કુસલેએ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સ્વપ્નિલ કુસલેની આ જીત ઐતિહાસિક છે કારણ કે તે આ ઈવેન્ટમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. કોલ્હાપુરના આ 29 વર્ષના શૂટર માટે આ પ્રથમ ઓલિમ્પિક છે. આ ખેલાડીએ પહેલા જ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. આ ખેલાડી 12 વર્ષથી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને જ્યારે તેને પેરિસમાં તક મળી ત્યારે તેણે ઈતિહાસ રચી દીધો.

મનુ ભાકર અને સરબજોત સિંહ પછી, સ્વપ્નિલ કુસલે શૂટિંગમાં ભારત માટે મેડલ જીતનાર ત્રીજો શૂટર બન્યો છે. સ્વપ્નિલ કુસલે પેરિસ ઓલિમ્પિકના છઠ્ઠા દિવસે 50 મીટર રાઈફલ 3 પોઝિશન્સ મેન્સ શૂટિંગમાં ત્રીજું સ્થાન મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું. ગુજરાતના મુખ્યમંત્રીએ ભારતને ઓલિમ્પકમાં મળેલ જીતને લઈને સ્વપ્નિલ કુસાલેને અભિનંદન આપતી પોસ્ટ શેર કરી.
भारत का निशाना अव्वल!
पेरिस ओलंपिक में पुरुषों की 50 मीटर राइफल 3-पोजिशन्स में कांस्य पदक जीतने पर स्वप्निल कुसाले को हार्दिक अभिनंदन एवं शुभकामनाएं।#Olympics #Cheer4Bharat pic.twitter.com/Bc784gaz2e
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 1, 2024
પેરિસ ઓલિમ્પિકમાં આજે શૂટિંગ ઉપરાંત બોક્સિંગ, તીરંદાજી, બેડમિન્ટન અને હોકી ટીમો પણ આજે એક્શનમાં રહેશે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024 ના છઠ્ઠા દિવસે એટલે કે 1લી ઓગસ્ટનો જાણો ભારતનો શિડયુલ.
ભારત ઓલિમ્પિક ગેમ્સ 2024 દિવસ 6 શેડ્યૂલ
બપોરે 1 કલાકે – શૂટિંગ – 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મેન્સ ફાઇનલ – સ્વપ્નિલ કુસલે
બપોરે 1:30 – હોકી – મેન્સ ગ્રુપ બી – ભારત વિ બેલ્જિયમ
બપોરે 2:30 – બોક્સિંગ – મહિલાઓની 50 કિગ્રા રાઉન્ડ ઓફ 16 – નિખત ઝરીન વિ વુ યુ (ચીન)
બપોરે 2:31 – તીરંદાજી – પુરુષોની વ્યક્તિગત 1/32 – પ્રવીણ જાધવ વિ કાઓ વેંચાઓ (ચીન)
બપોરે 3:10 – તીરંદાજી – પુરુષોની વ્યક્તિગત 1/16 – પ્રવીણ જાધવ (લાયકાતને આધીન)
બપોરે 3:30 – શૂટિંગ – 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મહિલા લાયકાત – સિફ્ટ કૌર સમરા, અંજુમ મોદગીલ
બપોરે 3:45 પછી – યાચિંગ – પુરુષોની ડીંગી રેસ 1-2 – વિષ્ણુ સરવણન
સાંજે 4:30 – બેડમિન્ટન – મેન્સ ડબલ્સ ક્વાર્ટર ફાઈનલ – સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી/ચિરાગ શેટ્ટી વિ એરોન ચિયા અને સોહ વુઈ યીક (મલેશિયા)
સાંજે 5:40 પછી – બેડમિન્ટન – મેન્સ સિંગલ્સ રાઉન્ડ ઓફ 16 – લક્ષ્ય સેન વિ H.S. પ્રેમ
સાંજે 7:05 – યાચિંગ – મહિલા ડીંઘી રેસ 1-2 – નેત્રા કુમાનન
10 PM – બેડમિન્ટન – વિમેન્સ સિંગલ રાઉન્ડ ઓફ 16 – P.V. સિંધુ
ઑગસ્ટ 1, 2024, 01:56:58 PM IST
પેરિસ ઓલિમ્પિક્સ 2024 દિવસ 6 લાઈવ: સ્વપ્નિલ કુસાલે બ્રોન્ઝ જીત્યો
પેરિસ ઓલિમ્પિક્સ 2024 દિવસ 6 લાઈવ: કુસલેએ 10.0 પોઈન્ટ બનાવ્યા છતાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેનો કુલ સ્કોર 451.4 છે.
યુક્રેનના કુલીશે સિલ્વર મેડલ અને ચીનના યુકુને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
