Surat News/ બાળકોને મોબાઈલ આપતા પહેલા થઇ જજો સાવધાન, માઠું લાગી આવતા 10 વર્ષના બાળકે કર્યો આપઘાત

પાંડેસરાની આશાપુરી સોસિટીમાં દસ વર્ષનો માસુમ બાળક રૂમ માંથી ફાસો ખાધેલી હાલત માં મળી આવતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

Top Stories Gujarat Surat

@ પૂજા નિષાદ

પાંડેસરાની આશાપુરી સોસિટીમાં દસ વર્ષનો માસુમ બાળક રૂમ માંથી ફાસો ખાધેલી હાલત માં મળી આવતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે આપઘાતનું પગલું ભરનાર યશ ગુપ્તા આશાપુરી પાંડેસરાનો રહેવાસવાસી છે, દશ વર્ષનો યશ ધોરણ ચારમાં અભ્યાસ કરતો હતો, યશને 1-1 મોટા ભાઈ બહેન છે, પિતા લુમ્સમાં ઓપરેટર તરીકે કામ કરે છે, ગુપ્તા પરિવાર વિસ વર્ષ પહેલા રોજગારીની શોધમાં આવ્યા બાદ સુરત સ્થાઈ થયો છે,

પરિવારે વધુમાં જણાવ્યું હતું કે દુઃખદ ઘટના સમયે માતા પોતાની મોટી દીકરી સાથે અન્ય રૂમમાં કામ કરી રહ્યા હતા, જયારે યશ અને તેનો મોટો ભાઈ બીજા રૂમમાં મોબાઇલમાં ડીંગા મસ્તી કરી રહ્યા હતા, મોટો ભાઈ રૂમની બહાર ગયા બાદ માસુમ યશએ રૂમનો દરવાજો અંદર થી બંધ કરી દીધો હતો, 15 મિનિટ બાદ મોટો ભાઈ યશ સાથે રમવા માટે દરવાજો ખખડાવી રહ્યો હતો, આ અવાજ સાંભળી માતા અને બહેન દોડી આવ્યા હતા, રૂમના દરવાજાના નાનકડા હોલ માંથી માતાએ રૂમમાં નજર કરતાં યશના પગ લટકતા હોય એવુ દેખાયું હતું, જેને લઇ બુમાબુમ કરી પાડોસીઓની મદદ થી દરવાજો તોડતા યશ હુક સાથે લટકી દોરી વડે ફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો

માસુમ મૃતક યશના મામાએ જણાવ્યું હતું કે આ હૃદય ને ધ્રુજવી દેતી દુઃખદ ઘટના છે, પરિવારને હસતો રમતો છોડીને નોકરી ઉપર ગયેલા અવધેષ ગુપ્તા ખાતામાં પ્રવેશ કરે તે પહેલા દીકરો ફાસો ખાધેલી મળી આવ્યો હોવાની મોબાઇલ પર જાણ થઇ હતી, લાડકા દીકરાના આપઘાતના સમાચાર સાંભળી પિતાના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી, દોડીને ઘરે આવતા પિતાનો શ્વાસ થંભી ગયો હતો, વધુમાં મૃતક યશના મામાએ જણાવ્યું હતું કે મંજુબેન ગુપ્તા મારી મનેતી બહેન છે અને પંદર થી વિસ વર્ષ થી મારો પરિવાર અને ગુપ્તા પરિવાર વચ્ચે પારિવારિક સંબંધ છે, સુખ દુઃખમાં સાથે રહેતા આવ્યા છે, મારા દીકરાના જન્મ દિવસેજ મારા ભાણિયાનું મોત થયું  એ જીવનનો સૌથી કડવો દિવસ રહેશે, ઘટના પેહલા દીકરાના જન્મ દિવસની ઘરમાં કેક કાપી બાળકો ને નાસ્તા પાણી માટે વેસુ ખાતે લઇ ગયો હતો, રેસ્ટોરન્ટ બહાર ઉભા હતા અને બહેનના ફોનની ઘંટડી વાગી ત્યારે ખબર પડી કે ભાણિયાએ ફાસો ખાઈ લીધો છે, જન્મ દિવસની ખુશી માતમમાં બદલાઈ ગઈ હતી,માથે આભ ફાટી આવ્યાનો અહેસાસ થઇ રહ્યો હતો આ દુઃખમાં પ્રભુ બહેન અને તેના પરિવારને સહન શક્તિ આપે એવી પ્રાર્થના.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં

આ પણ વાંચો:ભારતીય ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ’ અંશુમાન ગાયકવાડે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો:સુરતમાં યુટ્યુબરની હત્યામાં 2નાં રિમાન્ડ મંજૂર

આ પણ વાંચો:પાટણના ધારાસભ્યએ ગેરરીતિ અંગે રજૂઆતો બાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત