Junagadh News/ જૂનાગઢ હાઇવે પર અકસ્માતમાં બેના મોત અને બે ઇજાગ્રસ્ત

જૂનાગઢના કેશોદ (Keshod) માં  હાઇ વે પર ફોર-વ્હીલરનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત થયા છે અને બેને ઇજા થઈ છે.

Gujarat Others Breaking News

Junagadh News: જૂનાગઢના કેશોદ (Keshod) માં  હાઇ વે પર ફોર-વ્હીલરનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના મોત થયા છે અને બેને ઇજા થઈ છે. કારમાં બેઠેલાઓ નાસ્તો કરવા જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. કારમાં બેઠેલાઓ લગ્નમાં આવ્યા હતા. કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો.  અકસ્માતનો ભોગ બનેલાઓ લગ્નમાં આવ્યા હતા.

લગ્ન દરમિયાન તે નાસ્તો કરવા માટે નીકળ્યા હતા. તે સમયે કારચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા આ બનાવ બન્યો હતો. કારમાં ફસાયેલા તમામ લોકોને ફાયરબ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા. બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ ચકાસણી કરી રહી છે કે કારમાં કોઈ ખામી હતી કે પછી કારચાલકે ડ્રિન્ક કર્યુ હતુ. આમ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ નથીને તે એન્ગલથી પણ ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસે મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઉપરાંત ઘટનાસ્થળે ફોરેન્સિક ટીમ પણ આવી હતી. તે કોઈપણ કારણ વગર કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો તે ઘટનાની ચકાસણી કરી રહી છે.

પોલીસને મહદ અંશે આ ડ્રિન્ક એન્ક ડ્રાઇવનો કેસ લાગી રહ્યો છે. જો કે તેની ખબર તો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી જ પડશે. આ ઉપરાંત ઇજાગ્રસ્તો સાજા થાય પછી પોલીસ તેમની તપાસ કરે તેવી સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢ અકસ્માતમાં ત્રણના મોત, ઇકોચાલક ટક્કર મારી ભાગી ગયો

આ પણ વાંચો: જૂનાગઢ-વેરાવળ હાઇવે પર પરના અકસ્માતમાં પાંચ વિદ્યાર્થી સહિત સાતના મોત

આ પણ વાંચો: બનાસકાંઠા અને જૂનાગઢમાં થયેલા અકસ્માતમાં બેના મોત