Surat News/ સુરતમાં યુટ્યુબરની હત્યામાં 2નાં રિમાન્ડ મંજૂર

આંજણા અનવર નગરમાં રહેતા ઝુબેર જહાંગીરખાન પઠાણ સ્થાનિક યુટ્યુબ ચેનલમાં કામ કરતો હતો. રવિવારે રાત્રે તે આંજણા એચટીસી માર્કેટ પાસે સીતારામ ટી………..

Top Stories Gujarat Surat

Surat News: સુરતમાં આંજણા એચટીસી માર્કેટ પાસે યુટ્યુબર ઝુબેર જહાંગીરખાન પઠાણ પર ત્રણ સગીર સહિત 4 જણાએ ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. જેમાં સલાબતપુરા પોલીસે રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ અને અન્ય 7 સગીર સહિત 9ની ધરપકડ કરી હતી. આ હત્યામાં હત્યામાં રેહાન અને ફૈઝલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

આંજણા અનવર નગરમાં રહેતા ઝુબેર જહાંગીરખાન પઠાણ સ્થાનિક યુટ્યુબ ચેનલમાં કામ કરતો હતો. રવિવારે રાત્રે તે આંજણા એચટીસી માર્કેટ પાસે સીતારામ ટી સેન્ટર પાસે મિત્ર તોસીફ સાથે બેઠો હતો. ત્યારે ચાર લોકોએ આવી ઝુબેર પર ચપ્પુના 34 ઘા મારીને નાસી ગયા હતા. ઝુબેરની હાલત ગંભીર જોતા સ્થાનિકોએ હોસ્પિટલમાં ખસેડાતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

સલાબતપુરા પોલીસે આ મામલાની તપાસ કરી હતી, જેમાં હત્યામાં રેહાન અને 17 વર્ષનો સગીર મુખ્ય સૂત્રધાર હતા તેવું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રેહાન અને આરોપીઓ મૃતકના ઘર નીચે બેસી પસાર થનારની મશ્કરી કરતા હતા. આ અંગે ઝુબેરે અનેક વખત તેમને ઠપકો આપ્યો હતો. થોડા દિવસ પૂર્વે અરજી કરી હતી. જેની અદાવત રાખીને હત્યા કરાઈ હતી. હત્યામાં રેહાન અને ફૈઝલના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતીય ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ’ અંશુમાન ગાયકવાડે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો:રાજ્યમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો: અમદાવાદ અને ગાંધીનગમાં 22 ઠેકાણે સીઆઈડી ક્રાઈમનો સપાટો, દેહવ્યાપાર, દારૂ અને ફોરેનર એક્ટના ગુના દાખલ