'Gandhinagar Capital'/ અમદાવાદ અને ગાંધીનગમાં 22 ઠેકાણે સીઆઈડી ક્રાઈમનો સપાટો, દેહવ્યાપાર, દારૂ અને ફોરેનર એક્ટના ગુના દાખલ

થલતેજ, સોલા, પ્રહલાદનગર, બોડકદેવ, આંબાવાડી, સરગાસણ ચોકડી વેગેરે ઠેકાણે વ્યાપક દરોડા, વિદેશી યુવતીઓ પણ ઝડપાઈ

Top Stories Gandhinagar Ahmedabad Gujarat

Gandhinagar News : અમદાવાદ શહેર અને ગાંધીનગરમાં સ્પા અને હોટેલોમાં ગોરખધંધાના ઘણ કેસ સામે આવ્યા છે. કેટલાક સ્પા અને હોટેલોમાં પોલીસની મીઠી નજર હેઠળ દેહવ્યાપાર પણ બેરોકટોક ચાલતો હોય છે. પરંતુ ગાંધીનર સીઆઈડી ક્રાઈમે સ્થામિક પોલીસને ગંધ પણ ન આવે તે રીતે વ્યાપક દરોડા પાડ્યા હતા. જેમાં 35 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરોની ટીમને દરોડામાં સામેલ કરવામાં આવી હતી. નવાઈની વાત એ છે કે સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયને તમામ 35 પીઆઈને સીલબંધ કવર આપીને દરોડા માટે દોડાવ્યા હતા. આ સીલબંધ કવરમાં હોટેલ, સ્પા અને ફ્લેટોના સરનામા હતા. જેમાં પોલીસે દરોડા પાડતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં દેહવ્યાપાર, દારૂની મહેફિલ અને ફોરેનર એક્ટ હેઠળ વિવિધ હોટેલો, સ્પા અને ફ્લેટોમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે વિદેશીઓ તથા અન્ય રાજ્યના લોકો મળીને 42
જણાની અટકાયત કરી હતી. પોલીસે તમામ મળીને 22 જેટલા ગુના નોંધતા રાજ્યભરમાં ફફડાટ ફેલાયો છે.

સરગાસણ સ્થિત કુલ પાંચ સ્પા પર દરોડા પાડ્યા હતા. જેમાં સરગાસણ ચાર રસ્તા પાસે આવેલા હિંમતનગરના રહેવાસી મોહમ્મદ મોહસિન સિરાજ અહેમદ મેમની માલિકીના અર્બન એકવા સ્પા પર પાડ઼ેલા દરોડામાં બે મંબઈ, એક દિલ્હી અને એક આસામના મળીને ચાર ભારતીયો મળી આવ્યા હતા. પોલીસે આ કેસમાં 3 આરોપીની ધરપકડ કરી હતી.જેયારે બોડકદેવમાં સિંધુભવન રોડ પર આવેલા ટાઈમ સ્ક્વેરમાં આવેલા ગેલેક્સી સ્પા પર દરોડો પાડ્યો હતો. આ સ્પા દાણીલીમડામાં ચંડોળા તળાવ પાસે રહેતા આયાન મુબારક રંગરેજ નામની વ્યક્તિની માલિકીનું છે. અહીંથી પોલીસે બે ત્રિપુરા, એક નાગાલેન્ડ, એક મધ્યપ્રદેશ અને એક વેસ્ટ બંગાળના મળીને પાંચ ભારતીય મળી આવ્યા હતા. આ કેસમાં પોલીસે બે જણા સામે ગુનો નોંધ્યો હતો. તે સિવાય થલતેજમાં એવલોન હોટેલની સામે આવેલા શ્રેયા અલમગા કોમ્પ્લેક્સ સ્થિત માહેરા સ્પા પર દરોડો પાડ્યો હતો. અહીં એક દિલ્હી અને બે મિઝોરમની યુવતીઓ મળી આવી હતી. આ કેસમાં પોલીસે 9 જણા સામે ગુનો નોંધ્યો હતો.

તે સિવાય સોલા ભાગવત વિદ્યાપીઠ પાસેના વિવાન્તા સ્પા પર દરોડો પાડ્યો હતો. યતિન હસમુખભાઈ પટેલની માલિકીના આ સ્પામાંથી એક દિલ્હી, એક સિક્કીમ, એક પશ્ચિમ બંગાળ અને પાંચ ગુજરાતની મળીને 8 યુવતીઓ મળી આવી હતી. પોલીસે આ કેસમાં બે જણા સામે ગુનો નોંધ્યો છે. ઉપરાંત ઈસ્કોન ચાર રસ્તા પાસેના શિવાલિક સીલ ખાતેના માહેરા સ્પા પર દરોડો પાડીને 3 દિલ્હી, એક ત્રિપુરા, એક મિઝોરમ અને 2 ગુજરાતના મળીને 7 ભારતીયા મળી આવ્યા હતા. પોલીસે અ સંદર્ભે 2 જણા સામે ગુનો નોંધ્યો હતો.

બીજીતરફ ઝાયડસ હોસ્પિટલ પાસે આવેલી કરામત અલી કડીવાલાની માલિકીની હોટેલ પ્રગતી ગ્રાન્ડમાંથી એક ફિલીપાઈન્સની યુવતી મળી આવી હતી. થલતેજ ગુરૂદ્વારા નજીક આવેલી રાજસ્થાનના કુલદીપસિંગની માલિકીની હોટેલ આઈલેન્ડ પાર્કમાંથી 3 યુગાન્ડા તથા 2 કોલકાતા મળીને પાંચ જણા મળી આવ્યા હતા. તેમની પાસેથી પોલીસને રોયલ સ્ટેગની એક બોટલ મળી આવી હતી. તે સિવાય આંબાવાડી પાંજરાપોળ સ્થિત લીગશી કોમ્પ્લેક્સમાં ચોથા માળે આવેલ ન્યુ કંફર્ટ ઈન હોટેલ પરના દરોડામાં એક ગર્ભવતી મહિલા સહિત યુગાન્ડાનાં પાંચ નાગરિક મળી આવ્યા હતા. જેમાં હોટેલના માલિકની સંડોવણી બહાર આવી છે. પોલીસે ઈમોરલ ટ્રાફિકીંગ અને ફોરેનર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

અન્ય બનાવમાં પ્રહલાદનગરના કોર્પોરેટ રોડ પર આવેલી હોટેલ રમાડામાં પાડેલા દરોડામાં એક ફિલીપાઈન્સના એક ટ્રાન્સજેન્ડર અને એક સીમેઈલ મળી આવ્યા હતા. અહીંથી પોલીસને ટોકી વ્હિસ્કી, ટોસિક સિરાજ અને સેન્સી રેડની કુલ 3 બોટલો મળી આવી હતી.તે સિવાય આસ્રમ રોડ સ્થિત ગોલ્ડ થિયેટરની પાછળ આવેલી મારૂતી હોટેલમાંથી 2 વેસ્ટ બંગાળની વ્યક્તિઓ મળી આવી હતી. આ કેસમાં હોટેલના માલિક હેમેન્દ્રસિંહ નવલસિંહ ચૌહાણની સંડોવણી બહાર આવી છે.

અન્ય એક હિલ લોક હોટેલમાંથી થાઈલેન્ડની એક અને ગુજરાતની એક વ્યક્તિ ઝડપાઈ હતી. જ્યારે ઝુંડાલ સર્કલ પાસેની હીલ લોક હોટેલમાંથી તઝબેકિસ્તાનની એક તથા મુંબઈ, દિલ્હી અને કોલકાતાની મળીને ચાર જણાની અટકાયત કરવામાં આવી હતી. અન્ય એક સાગર એપાર્ટમેન્ટમાંથી એક ઉઝબેકિસ્તાન, 2 દિલ્હી, 1 પશ્ચિમ બંગાળ અને એક મહારાષ્ટ્ર મળીને કુલ પાંચ જણાની અટકાયત કરવામાં આવી હતી.
આમ પોલીસે કુલ 22 કેસ નોંધ્યા હતા. જેમાં 13 ઈમોરલ ટ્રાફિકીંગ એક્ટ, 6 ફોરેનર એક્ટ, 3 પ્રોહિબિશનના કેસનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં સૌથી વધુ 51 મીમી વરસાદ, આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી

આ પણ વાંચો: અરે બાપ રે! પતિને પત્ની કરડી…

આ પણ વાંચો: દેશભરમાં PF ઉપાડ મામલે ગુજરાતીઓનો ડંકો, ઉપડ્યા 32 હજાર કરોડ રૂપિયા