આપણે શ્વાન કરડ્યું ,સાપ કરડ્યો કે પછી વિછી કરડ્યો પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ માણસને તેની પત્ની કરડી હોય? મહીસાગર જિલ્લાના વિરપુરમાંથી આવીજ એક ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ પત્ની તેની પત્ની કરડી હોવાનો દાવો કર્યો છે. માહિતી અનુસાર પત્નીએ પતિને બટકું ભર્યું હતું ત્યાર બાદ આ વ્યક્તિ દવાખાને પહોચ્યો હતો. જયારે તેને પૂછવામાં આવ્યું કે તેને શું કરડ્યું છે ત્યારે તેના કેસ પેપરમાં પત્ની કરડવાનો ઉલેખ્ખ કરાયો હતો. આ હાસ્યાસ્પદ ઘટના બાદ પત્ની કરડવાને લઈ અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. ત્યારે ડોકટરે આ વ્યક્તિને ધનુરનું ઇન્જેક્શન આપ્યું છે. સામાન્ય રીતે ડોક્ટર શ્વાન કરડવા પર ધનુરનું ઇન્જેક્શન આપતા હોય છે જેના તેને ધનુર ના ઉપડે જયારે માણસને શ્વાન કરડે ત્યારે વ્યક્તિને હડકવા ના ઉપાડે તે માટે રસી આપવામાં આવે છે. પરંતુ અહી કિસ્સો પત્ની કરડવાનો છે. જેને લઈને ઘણા સવાલો ઉભા થયા છે. સામાન્ય રીતે કોઈ પ્રાણી કે જીવજંતુ કોઈ વ્યક્તિને બટકુ ભરે ત્યારે તેના લાળમાંથી બેક્ટેરીયા બીજા વ્યક્તિના લોહીમાં પ્રવેશતા તે ઝેર બની જાય છે. જેને લઈને ધનુરનું ઈન્જેક્શન આપવામાં આવે છે.
ધનુરના જંતુ શરીરમાં સામાન્ય રીતે કંઇક વાગવાથી કે કરડવાથી પોલ ઊંડા ઘામાં દાખલ થાય છે અને એકવાર જે જગ્યામાં ઘૂસ્યા એની એજ જગ્યાએ આ જંતુઓ રહે છે. જો શરીરના એ ભાગમાં ઓકસીજન ન પહોંચે તો જ આ બેકટેરિયા વૃદ્ધિ પામે છે. બીજમાંથી બેકટેરિયા બનવા અને એક માંથી અનેક થવા માટે ઓકસીજનની ગેરહાજરી ખૂબ જરૂરી છે. શરીરમાં વૃદ્ધિ પામ્યા પછી આ બેકટેરિયા એનું કાંતિલ ઝેર-ટીટેનોસ્પાસ્મીન બનાવવાનું શરૂ કરી દે છે. જેના કારણે ધનુર થવાની શક્યતાઓ વધી જાય છે. જેના કારણે હડકવા વિરોધી રસીના કુલ ચાર ઈન્જેક્શન આપવામાં આવે છે. પરંતુ અહી તોએક પત્નીને પત્ની કરડી છે.
આ પણ વાંચો:બોગસ સ્પોન્સરશીપ સર્ટિફિકેટના આધારે પ્રવેશ મેળવનારા 9 ઓફિસરો ટર્મિનેટ
આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં
આ પણ વાંચો:હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ
