Vadodara News/ વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં

વડોદરા શહેરની અનેક સોસાયટીઓમાં વરસાદને લીધે રહીશો હેરાન થયા છે, કેટલીય જગ્યાએ ગેરકાયદેસર બાંધકામને કારણે બિચારી નિર્દોષ પ્રજા ભોગ બની……..

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: મધ્ય ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વડોદરાની પ્રથમ રેસિડન્સીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સોસાયટીમાં અંદર સુધી પાણી ભરાતા રહીશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ઋતુમાં ત્રીજી વખત પાણી ભરાતાં 285 ઘરના પરિવારોને મુશ્કેલીઓ સહન કરવાનો વખત આવતા ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આ સ્થિતિ ફક્ત એક સોસાયટીની નથી પરંતુ વડોદરાની અનેક સોસાટીઓમાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે.

વડોદરામાં પ્રથમ રેસિડેન્સી સોસાયટીમાં રહેતા પરિવારોનું કહેવું છે કે ફક્ત આ સિઝનમાં જ ત્રીજી વખત વરસાદ ખાબકતા તેમને તકલીફો પડી રહી છે. તેમનું કહેવું છે કે સાંસદ, ધારાસભ્યની પણ મુલાકાત લીધી છે, તેમને અમારી સમસ્યા જણાવી છે તેમ છતાં સમસ્યા ઠેરની ઠેર જ રહી છે. બીજી બાજુ સ્થાનિક કોર્પોરેટર સ્નેહલ પટેલનો આરોપ છે કે કાંસ પર ગેરકાયદેસર દીવાલ બનાવી છે. દીવાલ તોડવાની સૂચના છતાં અધિકારીઓ કામ કરતા નથી. તેમણે કહ્યું કે, દીવાલ તોડવામાં આવે તો પ્રથમ રેસિડન્સીમાં પાણી ન ભરાય.

વડોદરા શહેરની અનેક સોસાયટીઓમાં વરસાદને લીધે રહીશો હેરાન થયા છે, કેટલીય જગ્યાએ ગેરકાયદેસર બાંધકામને કારણે બિચારી નિર્દોષ પ્રજા ભોગ બની રહી છે. હજુ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પ્રથમ રેસિડેન્સીના લોકોનું કેટલા દિવસ સુધી કામકાજને લઈ પ્રવૃતિઓ અટકી જશે, કેટલા દિવસ સુધી પાણી ભરાયેલા રહેશે, ક્યારે તંત્ર ઊંઘમાંથી જાગશે, વરસાદ બાદ તેનો નિકાલ વડોદરા કોર્પોરેશન કઈ રીતે લાવશે તેનો હજુ વહીવટીતંત્ર પાસે કોઈ જવાબ નથી તેમ જણાઈ રહ્યું છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ

આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ, લુણાવાડા થયા જળબંબાકાર, જાણો કેટલો વરસાદ ખાબક્યો

આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ

આ પણ વાંચો:અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજા થયા અતિ મહેરબાન