Gujarat Weather/ હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરી છે. 29 અને 30 જુલાઈએ અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી…..

Top Stories Gujarat Breaking News
Image 2024 07 29T140142.841 હવામાન વિભાગે કરી આગાહી, 'આ' જીલ્લાઓમાં છે રેડ એલર્ટ

Gujarat Weather News: ભારતીય હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરી છે. 29 અને 30 જુલાઈએ અમદાવાદ, ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટમાં અતિભારે વરસાદ પડવાનું અનુમાન કરાયું છે.

કચ્છ, મોરબી અને જામનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી બે દિવસ 35 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

પશ્ચિમ બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. પરિણામે પશ્ચિમ બંગાળ અને ઓડિશા પાસે સિસ્ટમ સક્રિય થશે. બંગાળની ખાડીમાં આ ભાગોમાં સર્જાયેલી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પહોંચશે. જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. પરંતુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે તો કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ, લુણાવાડા થયા જળબંબાકાર, જાણો કેટલો વરસાદ ખાબક્યો

આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ

આ પણ વાંચો:અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજા થયા અતિ મહેરબાન