સફેદ વાઘની વસ્તી વધે તે માટે રાજકોટમાં બ્રિડિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા બ્રિડિંગ સેન્ટર શરૂઆત કરાશે. પ્રદ્યુમન પાર્ક ખાતે એક નર, 3 માદા સફેદ વાઘ રાખવામાં આવે છે. જો કે સમગ્ર મામલે મેયર પ્રદીપ ડવે માહિતી આપી. હતી. હાલ પ્રદ્યુમન પાર્ક ખાતે એક નર અને ત્રણ માદા સફેદ વાઘ છે.
ઉલ્લેખનીય છે કે, પ્રદ્યુમન પાર્ક ઝુમાં સફેદ વાઘ માટે અનુકૂળ વાતાવરણ હોઇ અત્યાર સુધીમાં ૯ જેટલા વાઘની આ ઝુમાં ઉત્પત્તિ થઇ છે અને આ સફેદ વાઘને અહીંથી અન્ય શહેરોના ‘ઝુ’માં પણ મોકલવામાં આવે છે. અને એટ્લે જ રાજકોટ ખાતે પ્રદ્યુમન પાર્કમાં સફેદ વાઘ માટે ખાસ બ્રિડીંગ સેન્ટર બનાવવા નિર્ણય લેવાયો છે

મેયરની જાહેરાત
આ અંગે સતાવાર જાહેરાત કરતાં મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યુ હતું કે, રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, ન્યુ દિલ્હીના નિતિ-નિયમ અને માર્ગદર્શન હેઠળ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેથી હવે મનપા સંચાલિત પ્રદ્યુમન પાર્ક એન્ડ ઝૂ ખાતે સફેદ વાઘ માટે શરૂ બ્રિડિંગ સેન્ટર થશે. છે. સફેદ વાઘની વસ્તી વધે તે માટે કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવાયો છે.
સિંહનું બ્રિડિંગ સેન્ટર
રાજકોટ મ.ન.પા. દ્વારા આજી ડેમ ખાતે સિંહનું બ્રિડીંગ સેન્ટર પણ કાર્યરત છે. આમ, હવે રાજકોટમાં સિંહ બાદ વાઘનું પણ બ્રિડીંગ સેન્ટર બની રહ્યું છે.

પ્રદ્યુમન પાર્ક
હાલ પ્રદ્યુમન પાર્ક ખાતે એક નર અને ત્રણ માદા સફેદ વાઘ છે. રાજકોટ ઝૂ સાવજોના બ્રિડિંગ સેન્ટર તરીકે માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહીં પણ દેશભરમાં પ્રખ્યાત છે. અહીંથી દેશના વિવિધ પ્રદેશમાં એક્સચેન્જ હેઠળ આ વાઘ મોકલવામાં આવે છે. હવે સફેદ વાઘ માટે બ્રિડિંગ સેન્ટરની શરૂઆત થતા સફેદ વાઘની સંખ્યામાં વધારો થશે. અને પ્રદ્યુમન પાર્ક સફેદ વાઘ માટે આવનારા દિવસોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. હાલ પ્રદ્યુમન પાર્ક ખાતે જુદી જુદી 54 પ્રજાતિઓનાં કુલ 456 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાદ્ય, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયન રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતિઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતિઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનિક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરી વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે.

પ્રદ્યુમન પાર્ક ઝુમાં એક નર વાઘ અને ત્રણ માદા વાઘણ છે. જેમાં નર વાઘ દિવાકર તથા માદા વાઘણ યશોધરાના સંવનનથી તા. ૬-૫-૨૦૧૫ના રોજ સફેદ વાઘ બાળ ૧ માદાનો જન્મ થયેલ. જ્યારે નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા. ૧૬-૫-૨૦૧૫ના રોજ સફેદ વાઘ બાળ ૪ માદાનો જન્મ થયેલ અને નર વાઘ દિવાકર તથા માદા વાઘણ ગાયત્રીના સંવનનથી તા. ૨-૪-૨૦૧૯ના રોજ સફેદ વાઘ બાળ ૦૪ (નર – ૦૨ – ૦૨)નો જન્મ થયેલ હતો.
Gujarat / રાજ્યના ૩ મહાનગરોના વિકાસ માટે ૬૦૭ કરોડના વિવિધ વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
