દેવભુમિ દ્વારકા,
જામકલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામે એક ઢોંગી ભૂવાએ માત્ર 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમા ભૂવા વિરૂધ્ધ રોષ વ્યાપ્યૉ છે.
આ સમગ્ર ઘટનાની જો વાત કરવામા આવે તો જામ કલ્યાણપુર તાલુકા ના ભાટવાડિયા ગામે ભોગ બનેલ બાળકી છેલ્લા ઘણા સમય થી બેચેન રહેતી તેમજ સ્વાસ્થ્ય સારું ના રહેતા તે જ ગામમા રહેતો ને મામાદેવ ના ભુવા તરીકે કામ કરતાં ભરત સોનગરા પાસે ગયેલ હતા. દેવની દયા થાય અને પોતાની પુત્રીને અહીથી સારુ થાય એવી આશા સાથે પિડિતાના માતા-પિતા અહી દીકરીને લઈ ગયેલ હતા. અહી મામાદેવના ભૂવા તરીકે ઓળખાતો ભરત કરશન સોનગરા જે માત્ર 22 વર્ષની ઉમરે મામાદેવના ભૂવા બની ગયેલ હોઈ તા.૧૫ ના રાત્રીના સમયે ભોગ બનનાર ના કુટુંબી જનો ભાટવાડિયા ગામમાં આવેલ મામા દેવ ના મંદિરે લઇ ગયેલ ત્યારે આરોપી થોડીવાર પોતાના ધતિંગ કરી ને બાળકી ના કુટુંબી જનો ને કહેલ કે વિધિ ખેતર મા કરવાની છે ને તમારે અહી રોકાવાનું ત્યારે કુટુંબીજનો એ પણ સાથે આવાની વાત રાખતા મામાદેવ અન્ય લોકો ને આવવાની રજા નથી આપતા તેમ વાત કરતા અંધશ્રદ્ધા મા માનતા આ પરિવારે પોતાની બાળકી ને વિધિ કરવા પાપી ભરત સોનગરા સાથે જવા દીધેલ હતી.

બાળકીને એકલી આ હેવાન ભૂવા સાથે મોકલ્યા બાદ ખેતર માં પહોચી શૈતાન ભૂવા ભરત સોનગરા દ્વારા પોતાનુ પાપ પોકારવાનુ શરૂ કર્યુ હતુ. આ નરાધમ ભૂવાએ માસૂમ બાળકી ને શરીરે ભભૂત ચોપડવાના બહાને કપડા ઉતારવા નું કહેલ જેનો બાળકીએ વિરોધ કરતા ભૂવાએ મામાદેવ નારાજ થશે તેમનો ભય આપતા બાળકી ગભરાઈ ને કપડા ઉતરતા ભૂવા ભરત સોનગરા દ્વારા બળજબરી થી બાળકી સાથે કુકર્મ આચરેલ હતુ. ત્યાર બાદ આ હેવાને બાળકીને ફરી દેવ નો ડર બતાવી કોઈ ને કહીશ તો મામાદેવ ક્રોધાઈમાન થશે ને તારા પરિવાર ઉપર કોપ ઉતારશે. તેવું જણાવેલ, કુકર્મ કર્યા બાદ ભૂવા ભરત દ્વારા તે બાળકીને તેઓના કુટુંબીજનો સોપી ટૂંક સમયમાં બધું સારું થઇ જશે. તેવું જણાવેલ ,પરંતુ આ બનાવ બન્યા બાદ થી બાળકી ગુમસુમ રહેવા લગતા આખરે બે દિવસ બાદ બાળકીએ ભૂવા ભરતે તેની સાથે કરેલ તમામ વાતની જાણ કુટુંબીજનો ને કરતાં પિડિતા ના કુટુમ્બીજનો પર આભ ફાટ્યુ હતુ અને ખૂબ હિંમત સાથે સમાજની ચિંતા કર્યા વિના આ પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવેથી કોઇ માસુમ બાળકીઓ આવા હેવાનનો શિકાર ના બને તે માટે આ પરિવારે હિંમત દાખવી આવા સમાજમા રહેલા ઢોંગી હેવાન ને ખુલ્લો પાડી દીધો હતો. કુટુબીજનો એ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેસનમા ફરિયાદ નોંધાવેલ ને પોલીસ દ્વારા ૩૭૬ તેમજ પોસ્કો ની કલમ ઉમેરી આરોપી ભૂવાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગુઁહાની ગમ્ભીરતાને ધ્યાને લઈ આરોપી ભૂવા ભરત સોનગરાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમા ચોક્કસ બાતમીના આધારે સાંજના ના સુમારે બાતમી ના આધારે આરોપી ભરત સોનગરા ને પકડવામાં આવેલ હતો ભરત સોનગરાને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવેલ હતુ.
