GODHRA NEWS/ ગોધરા શહેરમાં બી ડિવિજન પોલીસ મથકે લોક ટોળા એકત્ર થયા કર્યો ઘેરાવો

ટોળાએ પથ્થરમારો કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે

Top Stories Gujarat Others

Godhra News :ગોધરા (Godhra) શહેર બી ડિવિજન પોલીસ મથક ખાતે લોક ટોળાએ હોબાળો મચાવ્યો.સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ને પોલીસ મથકે બોલાવાયા બાદ ઈન્ફ્લુએન્સર ધ્વારા પોતાનો વિડીયો વાયરલ કરાયા બાદ એક જ સમુદાયના ટોળે ટોળા પોલીસ મથકે એકત્ર થયા હતા.જેમાં એક જ સમુદાયના લોકોએ ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથકનો ઘેરાવો કરતા પરિસ્થિતિ વધુ વિકટ બની હતી.ત્યારે પ્રાથમિક વિગતો મુજબ રોષે ભરાયેલા એક જ જૂથના ટોળાએ પથ્થર મારો કર્યો હતો.

ત્યારે પોલીસ ધ્વારા ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથક વિસ્તારમાં વ્યાપી ગયેલી તંગદિલી ને કાબુમા લેવા માટે અને એકત્ર થયેલા લોક ટોળાંને વિખેરવા માટે ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.લોક ટોળા ધ્વારા ગોધરા શહેરમાં આવેલી પોલીસ ચોકી નંબર 4 ને પણ નુકસાન પહોંચાડ્યું હતું.ઘટનાના પગલે પંચમહાલ ગોધરા રેન્જના આઇ.જી,જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.આ ઉપરાંત એકત્ર થયેલા ટોળાના અગ્રણીઓ અને સેવા ભાવિ લોકો પણ અત્રે ઉપસ્થિત રહી શાંતિ નો માહોલ સ્થાપિત કર્યો હતો.હાલ સમગ્ર મામલો થાળે પડવા પામ્યો છે.

આ અંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હરેશ દુધાતે જણાવ્યું હતું કે ગોધરા શહેર બી ડિવિજન પોલીસ મથક વિસ્તારમાં એક યુવક વારંવાર સોશિયલ મીડિયામાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરે છે.હાલમાં નવરાત્રી મહોત્સવ ને ધ્યાનમાં રાખી આવી પોસ્ટ વાયરલ નહીં કરવા પોલીસ મથકે સમજાવવા માટે બોલાવ્યો હતો.પરંતુ એમાં ગેરસમજણ એવી થઈ કે તે યુવકે કોઈક ધાર્મિક પોસ્ટર લગાવ્યું હતું.જેને માટે ધમકાવવા માટે બોલાવ્યો હોય તેવી ગેરસમજ થતા લોક ટોળા એકત્ર થયા હતા અને ઉશ્કેરાટ વ્યાપ્યો હતો. તે લોક ટોળા ને વિખેરવા માટે પોલીસે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.આ ઉપરાંત સમાજના આગેવાનો સાથે વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી લોકોને સમજાવટ કરી છે.કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેવી કોઈ બાબત નથી.હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ

આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત

આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત