Surat News: સુરતમાં તાવના કારણે સાત વર્ષના બાળકનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. તાવ આવ્યા પછી બાળકની કીડની ફેલ થતાં તેનું મોત થયું છે. સાત વર્ષના બાળક પ્રણવ સુધાકર કોરેનું તાવના કારણે મોત થયું છે.
બાળકને પાંડેસરા દત્તકુટિરથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ તાવ આવ્યા પછી તેની કિડની ફેલ થતાં તેનું મોત થયું હતું. આમ સાત વર્ષના બાળકે તાવના લીધે જીવ ગુમાવ્યો હતો. સાત વર્ષના બાળકના મોતથી તેનું કુટુંબ આઘાતમાં છે.
બાળકના કુટુંબનું કહેવું છે કે ડોક્ટરોની બેદરકારીના લીધે તેનું મોત થયું છે. તેનું મોત ઇન્જેકશનના ઓવરડોઝથી થયાનો આક્ષેપ કુટુંબીજનોએ તબીબ પર કર્યો છે. આમ નવી સિવિલના ડોક્ટરો પર કુટુંબે ગંભીર આરોપ મૂક્યા છે. તેઓનું માનવું છે કે નવી સિવિલના ડોક્ટરોની અક્ષમ્ય બેદરકારીના કારણે બાળકે સામાન્ય તાવમાં જીવ ગુમાવવાના દહાડો આવ્યો છે. બાળકને છેલ્લાં 15 વર્ષથી તાવ આવતો હોવાથી તેને દાખલ કરવામાં આવ્યો હતો.
બાળકની નવી સિવિલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તાવના કારણે બાળકની કિડની ફેઇલ થઈ તેનાથી પણ આશ્ચર્ય સર્જાયું છે. ડોક્ટરો તે જ સમજવાની મથામણ કરી રહ્યા છે કે તાવના કારણે કોઈનું આટલી ઝડપથી મોત કઈ રીતે થઈ શકે. આ ઉપરાંત તાવ આવ્યો હોય તો તેના લીધે કીડની કઈ રીતે ફેલ ગઈ. તેથી કુટુંબીજનોને તેમા ડોક્ટરની બેદરકારી લાગે છે.
બાળક વતનથી સુરત સ્વજનને ત્યાં ફરવા આવ્યો હતો. મોતનું સાચું કારણ જાણવા પરિવારની પોલીસને વિનંતી છે. હવે પોલીસ તપાસમાં જ મોતનું સાચું કારણ બહાર આવશે, પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
આ પણ વાંચો: ભાવનગરમાં લિફ્ટમાં ફસાઇ જતાં 6 વર્ષના બાળકનું મોત, રહીશોમાં ચિંતાનો માહોલ
આ પણ વાંચો: ટેમ્પો ચાલક બન્યો બેફામ, સૂતેલા નાના બાળક પર ટેમ્પો ચઢાવીને કચડ્યો, માતાની નજર સામે જ બાળકનું મોત
આ પણ વાંચો: લગ્નની ઉજવણી દરમિયાન ગોળીબારમાં અઢી વર્ષના બાળકનું મોત, પોલીસે લગ્ન પક્ષની પૂછપરછ કરી
