Surat News : ઉત્તરાયણના તહેવારમાં ચાઈનીઝ દોરીને કારણે અનેક નિર્દોષ લોકોના જીવ જાય છે. જેને કારણે પોલીસે કોઈપણ પ્રકારની સિન્થેટિક, નાયલોન વગેરે દોરી પર પ્રતિબંધ મુક્યો છે. જેને આધારે પોલીસ સતર્ક છે. દરમિયાન સુરત પોલીસની ઝોન-2 એલસીબીને માહિતી મળી હતી કે ડીંડોલી સાંઈ પોઈન્ટ ચાર રસ્તા પાસે આઈસર ટ્રકમાં ચાઈનીઝ દોરીનો જથ્થો ભરેલો છે.
જેને આધારે પોલીસે આઈસર ટ્રકમાં તપાસ કરતા અંદરથી રૂ. 11,52,000 ની કિંમતના દોરીના 2880 બોબીન કબજે કર્યા હતા. પોલીસે ચાઈનીઝ દોરી અને આઈસર ટ્રક મળીને કુલ રૂ. 21.52,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે મૂળ રાજસ્થાનના રહેવાસી અનિલકુમાર એસ.મીણા(32)ની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ૧૭૫ મું અંગદાન, અમદાવાદમાં ૧૧ મહિનામાં કુલ ૩૬ અંગદાન
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલનો ડંકો વાગ્યો, રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડ એનાયત
