Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Political/ રાહુલ ગાંધી બાદ હવે કોગ્રેસનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ લોક

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ બંધ થઇ ગયુ હતુ. હવે કોંગ્રેસે તાજેતરમાં આરોપ લગાવ્યો છે કે, માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે પાર્ટીનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલને ‘લોક’ કરી દીધું છે.

August 12, 2021August 12, 2021hardik shah
Top Stories India

થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થઇ ગયુ હતુ. હવે કોંગ્રેસે તાજેતરમાં આરોપ લગાવ્યો છે કે, માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે પાર્ટીનાં સત્તાવાર ટ્વિટર હેન્ડલને ‘લોક’ કરી દીધું છે. કોંગ્રેસે ફેસબુક પર એક પોસ્ટ મૂકીને આ સંદર્ભમાં માહિતી આપી છે. કોંગ્રેસે તેના ટ્વિટર એકાઉન્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને લખ્યું છે કે, પાર્ટીનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસે આ માહિતી તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આપી છે.

આ પણ વાંચો – સ્મોગ ટાવર / દિલ્હીની હવા હવે થશે શુદ્ધ, દેશની રાજધાનીને મળશે પ્રથમ સ્મોગ ટાવર

આ પણ વાંચો – Burj Khalifa Emirates Ad / વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને જાહેરાત શૂટ કરવામાં આવી, આવો જોઈએ રોમાંચક વિડીયો

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કર્યા બાદ ભૂતકાળમાં કોંગ્રેસનાં અન્ય પાંચ વરિષ્ઠ નેતાઓનાં ટ્વિટર એકાઉન્ટ્સ પર પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. હવે જાણવા મળ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પણ લોક કરી દેવામાં આવ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે, કોંગ્રેસે બુધવારે મોડી રાત્રે દાવો કર્યો હતો કે રણદીપ સુરજેવાલા સહિત પાંચ વરિષ્ઠ નેતાઓનાં એકાઉન્ટ સામે આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) નાં મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટી વ્હીપ મણિકમ ટાગોર, આસામનાં પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને મહિલા કોંગ્રેસ પ્રમુખ સુષ્મિતા દેવનાં ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા ટ્વિટરે રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ થવાનો દાવો ફગાવી દીધો હતો.

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે દિલ્હીમાં કથિત રીતે દુષ્કર્મ અને હત્યા કરાયેલી નવ વર્ષની બાળકીનાં પરિવારની તસવીરો ટ્વીટ કરી હતી. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (એનસીપીસીઆર) એ રાહુલ ગાંધીનાં ટ્વીટનું ધ્યાન રાખ્યું હતું અને ટ્વિટરને સગીર પીડિતાની ગોપનીયતાનો ભંગ કરવા બદલ કોંગ્રેસ નેતાનાં એકાઉન્ટ વિરુદ્ધ પગલા લેવાનો નિર્દેશ આપ્યો હતો.

Post navigation

ધસમસતા પાણીનો આવો પ્રવાહ તમે જોયો નહીં હોય! જુઓ વીડિયો
એક નહીં પરંતુ સોશિયલ મીડિયા પર સારા અલી ખાનની છે બે હમશકલ, તમે પણ જુઓ

More Posts

National/ દેશ શરિયતથી નહીં, બંધારણથી ચાલશે : હિજાબ મામલે CM યોગી

February 12, 2022padma prajay

Business/ આજથી થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો, સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

August 1, 2022padma prajay

Not Set/ પ્રાંતવાદના નામે રૂપાણીને હોમવાનું ષડયંત્ર : પરેશ ધાનાણીએ કર્યું ટ્વિટ

October 12, 2018October 12, 2018Jay Mehta
એલોન મસ્ક

Elon Musk Twitter deal/ ટ્વિટરે 44 બિલિયન ડોલરનો સોદો રદ કરનાર એલોન મસ્ક પર કર્યો કેસ

July 13, 2022July 13, 2022Maya Sindhav

Not Set/ સંસદમાં ચર્ચા વગર જ કાયદા પસાર થઇ જાય છે : મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમના

August 15, 2021garima rao

Breaking News/ દિલ્હીના દરિયાગંજમાં ઇમારત ધરાશાયી, 3 લોકોના મોત…

August 20, 2025August 20, 2025Maya Sindhav

Worldcup/ ન્યુઝીલેન્ડે એકતરફી મેચમાં અફઘાનિસ્તાનને 149 રનથી હરાવ્યું

October 18, 2023garima rao
પ્રશાંત

Politics/ પ્રશાંત કિશોરે કેપ્ટન અમરિન્દરનાં મુખ્ય સલાહકાર પદ પરથી આપ્યું રાજીનામું

August 5, 2021August 5, 2021hardik shah

World News/ મહિલાને સગીર છોકરાઓ સાથે સેક્સ માણવાનો શોખ હતો, વીડિયો બનાવતી હતી; આ રીતે બહાર આવ્યું સત્ય…

August 16, 2024August 16, 2024Nikunj Patel

ICC Women's World Cup/ ભારતે પાકિસ્તાનને 107 રનથી આપી કારમી હાર,રાજેશ્વરી ગાયકવાડે 4 વિકેટ લીધી

March 6, 2022March 6, 2022mustak malik
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy