Not Set/ કમલમ ખાતે ઓમ માથુરની મહત્વની બેઠક, 2014નું લોકસભામાં પુનરાવર્તન કરવા પક્ષ સજજ

ગાંધીનગર, લોકસભા ચૂંટણીના હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે વર્ષ 2014 નું લોકસભામાં પુનરાવર્તન થાય તે માટે ગુજરાતના પ્રભારી તરીકે ઓમ માથુરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમજ ભાજપ પક્ષના તમામ હોદેદારો અને કાર્યકરો તે તરફ આગેકૂચ કરી રહયા છે. જેના સંદર્ભે ગુજરાત લોકસભાના પ્રભારી ઓમ માથુર દ્રારા કમલમ ખાતે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. રાજય […]

Top Stories Gujarat

ગાંધીનગર,

લોકસભા ચૂંટણીના હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે વર્ષ 2014 નું લોકસભામાં પુનરાવર્તન થાય તે માટે ગુજરાતના પ્રભારી તરીકે ઓમ માથુરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

તેમજ ભાજપ પક્ષના તમામ હોદેદારો અને કાર્યકરો તે તરફ આગેકૂચ કરી રહયા છે. જેના સંદર્ભે ગુજરાત લોકસભાના પ્રભારી ઓમ માથુર દ્રારા કમલમ ખાતે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી.

રાજય ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં રાજયના જિલ્લા પ્રમુખ, મહામંત્રીઓ આ બેઠકમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. આગામી 20 થી 31 જાન્યુઆરી દરમિયાન તાલુકા કક્ષાએ સંપર્ક યાત્રા શરૂ કરાશે. સરકારે કરેલા કાર્યોને લઇને પ્રજા વચ્ચે કાર્યકરો જશે.