Vadodara News: વડોદરા (Vadodara) શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી ચારરસ્તા પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. નશામાં ધૂત કાર ચાલકે કેટલાક લોકોને અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત (Death) નિપજ્યું હતું. જેમાં આરોપી રક્ષિત ચૌરસિયા ‘નિકિતા’ નામની યુવતીનું નામ લેતા જોવા મળ્યો હતો.
‘નિકિતા’ નામને લઈ વડોદરા પોલીસે (Vadodara Police) ઊંડી તપાસ હાથ ધરી છે. હજું પણ નિકિતા નામની એ યુવતી કોણ છે તેનો ભેદ ઉકેલાયો નથી. કારના અકસ્માત બાદ રક્ષિત અનધર રાઉન્ડ (Another Round)નો પણ ઉલ્લેખ કરતા જોવા મળ્યો હતો. પોલીસે આ મામલે તપાસ કરી તો માલૂમ પડ્યું કે, આ એક 2020માં રિલીઝ થયેલી ડેનિશ ફિલ્મ છે. જેમાં 4 મિત્રો વૈજ્ઞાનિક પ્રયોગ કરી માદક પદાર્થોનો નશો કરી તેનું લેવલ કેવી રીતે જાળવી શકાય તેનો પ્રયોગ કરે છે. 0.05 ટકા લોહીમાં આલ્કોહોલ, હાર્ડ ડ્રિન્કનું પ્રમાણ જાળવવાથી કાર્યક્ષમતા સુધરે છે. આલ્કોહોલના આધારે શરીરમાં શું પરિવર્તન આવે છે તેનો અભ્યાસ કરે છે. મનૌવૈજ્ઞાનિક સ્તરે કેવી અસર થાય છે અને કાર્યક્ષમતામાં કેવો વધારો થાય છે તેના પર ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. હવે પોલીસ આરોપી રક્ષિત કેવી રીતે આ ફિલ્મની વિચારધારા સાથે જોડાયેલો હતો તે દિશામાંં તપાસ શરૂ કરી છે અને ‘નિકિતા’ નામની યુવતીની પણ શોધખોળ શરૂ કરી છે.
આ ઘટનામાં સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલે કહ્યું છે કે અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે કારમાં બે લોકો હતા, જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. બીજો ફરાર આરોપી મીત ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. પોલીસે તેને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં હેમાલીબેન પટેલનું મૃત્યુ થયું હતું. ધુળેટીની આગળની રાત્રે રંગ લેવા ગયા હતા ત્યારે હેમાલી પટેલનું અકસ્માતથી કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો:વડોદરામાં કાર ચાલક નબીરાએ સર્જ્યો ગમખ્વાર અકસ્માત : એક યુવતીનું મોત, સાત ઘાયલ
આ પણ વાંચો:ટ્રક પાછળ જીપ ઘુસી જતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોતના CCTV આવ્યા સામે
આ પણ વાંચો:ગુજરાતમાં રવિવાર ગોઝારો, વિવિધ અકસ્માતોમાં છનાં મોત અને 21ને ઇજા
