Not Set/ જાણીતા અભિનેતા અને તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ રહી ચુકેલા તપસ પોલનું નિધન

જાણીતા બંગાળી ફિલ્મ અભિનેતા અને તૃણમૂલ કોંગ્રેસનાં ભૂતપૂર્વ સાંસદ તપસ પોલનું મંગળવારે વહેલી સવારે હૃદયરોગનાં હુમલાથી નિધન થયું હતું. તે 61 વર્ષના હતા. કૌટુંબિક સુત્રોએ જણાવ્યું કે પોલ તેમની પુત્રીને મુંબઇ મળવા ગયા હતા. કોલકાતા પરત ફરતાં તેમણે મુંબઇ એરપોર્ટ પર છાતીમાં દુખાવોની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક જુહુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા […]

Top Stories India

જાણીતા બંગાળી ફિલ્મ અભિનેતા અને તૃણમૂલ કોંગ્રેસનાં ભૂતપૂર્વ સાંસદ તપસ પોલનું મંગળવારે વહેલી સવારે હૃદયરોગનાં હુમલાથી નિધન થયું હતું. તે 61 વર્ષના હતા. કૌટુંબિક સુત્રોએ જણાવ્યું કે પોલ તેમની પુત્રીને મુંબઇ મળવા ગયા હતા.

કોલકાતા પરત ફરતાં તેમણે મુંબઇ એરપોર્ટ પર છાતીમાં દુખાવોની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક જુહુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સવારે ચાર વાગ્યે તેમનું મોત નીપજ્યું હતું. તે હ્રદય સંબંધી રોગોથી બિમારીથી પીડાઇ રહ્યા હતા અને છેલ્લા બે વર્ષથી સતત તેમની સારવાર કરવામાં આવી રહી હતી.

પોલ બે વાર કૃષ્ણનગરથી સાંસદ અને અલીપુરનાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના પરિવારમાં પત્ની અને એક પુત્રી છે. તેમની સીબીઆઈ દ્વારા 2016 માં રોઝ વેલી ચિટ ફંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને લગભગ 13 મહિના પછી જામીન મળી ગયા હતા. તે સમયથી જ તેણે પોતાને ફિલ્મોથી દૂર કરી દીધા હતા.

તેમણે ‘સાહેબ (1981),’ પરબત પ્રિયા (1984), ‘ભાલોબાશા ભાલોબાશા (1985),’ અનુરાગર ચોયન (1986) અને ‘અમર બંધન’ (1986) જેવી ઘણી હિટ ફિલ્મો આપી હતી. તેમને સાહેબ (1981) ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.