LRD ભરતીમાં મહિલા અનામત મામલે છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી થઇ રહેલાં આંદોલનને થાળે પાડવા રાજ્ય સરકારે મહિલા ઉમેદવારો માટેની બેઠકો વધારીને બંને વર્ગની મહિલા ઉમેદવારોનો સમાવેશ કરવાની ફોર્મ્યુલા જાહેર કર્યા બાદ સોમવારે બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારોનું આંદોલન સમેટાયુ છે.
જ્યારે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોએ જીએડીનો ઠરાવ રદ્દ કરવાની માંગણી સાથે આંદોલન યથાવત રાખ્યું છે. બીજી તરફ મહિલાઓ માટેની બેઠકો વધતા એલઆરડીનાં પુરુષ ઉમેદવારો પણ તેમની બેઠક વધારવાની માંગણી સાથે ધરણાં પર બેસી ગયા છે. એલઆરડી ભરતીમાં જીએડીનાં 1-8-18 નાં ઠરાવ મુદ્દે અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો અને ત્યાર બાદ બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારોએ આંદોલન શરૂ કર્યું હતું, જેના પગલે સરકારે મહિલા ઉમેદવારોની બેઠકોમાં વધારો કરીને બંને વર્ગની મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય તેવી ફોર્મ્યુલા જાહેર કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
