ખેડૂતોના પ્રશ્નોને લઈ દેશભરના અલગ અલગ રાજ્યોમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ છે. જેની અસર શાકભાજીના ભાવ પર પડી રહી છે. ગુજરાત બહારથી આવતા કોથમીર સહિતના શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે.
જ્યારે વાત કરીએ તો ઉનાળામાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળે છે. કારણ કે આવક ઓછી અને માર્કેટમાં માંગ વધુ હોવાના કારણે ભાવ સતત વધતા જ જાય છે. ખેડૂત પોતાના પ્રશ્નોને લઈ અલગ અલગ રાજ્યમાં આંદોલન કરી રહ્યા છે અને આંદોલનની અસર માર્કેટમાં જોવા મળી રહી છે.
આંદોલનના કારણે માર્કેટમાં આવતા શાકભાજીની આવક 50 ટકા ઘટી ગઈ છે. જેના કારણે તમામ શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. તો સામાન્ય પ્રજાના બજેટ પણ ખોરવાઈ ગયા છે. ત્યારે આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
ત્યારે એકબાજુ ખેડૂત અંદોલનના લીધે શાકભાજીના ભાવ વધ્યા છે. ત્યારે બીજી બાજુ પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવની પણ શાકભાજીના ભાવ પર અસર પડી છે અને સામાન્ય લોકોને લીલા શાકભાજી ખાવા મોંઘા બની ગયા છે.
અમદાવાદની જમાલપુર માર્કટમાં મોલ અને રિર્ટલ માર્કેટ કરતા ઓછા ભાવ શાકભાજી મળે છે, પરંતુ બહારથી આવતા શાકભાજીની આવક ઘટી ગઈ છે. જેના કારણે હોલસેલમાં પણ 20 થી 30 જેટલો ભાવ વધારો જોવા મળયો છે. પરંતુ માર્કેટના વેપારીયોનું માનીએ તો કોઈજ ભાવ વધારો નથી થયો તેવું તે કહી રહ્યા છે. જયારે રિટેલમાં શાકભાજી વેચતા વિક્રેતાઓ ભાવમાં વધારો થયો છે તેમ જણાઈ રહ્યા છે.
શાકભાજીના ભાવ પર એક નજર કરીએ તો..
શાકભાજી ભાવ(કિલો).
ભીંડા 40-50.
વટાણા 90-100.
લીંબુ 60-100.
ગવાર 50-60.
કાચી કેરી 25-40.
ચોળી 60-70.
ટામેટા 15-20.
આદુ 80-100.
પાપડી 80-90.
ત્યારે આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. એક બાજુ ખેડૂત અંદોલનના લીધે શકભાજીના ભાવ વધ્યા છે. ત્યારે બીજી બાજુ પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવની પણ શાકભાજીના ભાવ પર અસર પડી છે અને સામાન્ય લોકોને લીલા શાકભાજી ખાવા મોંઘા બની ગયા છે.
