આપણે ત્યાં શિયાળામાં લીલાશાકભાજી લોકો વધુ ખાતા હોય છે પરંતુ દર વર્ષની જેમ આ વખતે શાકભાજીના ભાવ માં વધારો જોવા મળી રહ્યો છે . જેની સિદ્ધહી અસર મહિલાઓના બજેટ પર પડસે. જેમના લીધે મહિલાઓએ શાકભાજીના ભાવ થી પરેશાન થતી જોવા મળે છે. આ ઉપરાંત શિયાળામાં પણ લીલા શાકભાજી મોંઘા થઈ ગયા હોવાથી વધારાનો ખર્ચ કરવો જ પડશે.
આ પણ વાંચો ;હેલિકોપ્ટર ક્રેશ / કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનાના 20 કલાક બાદ પણ બ્લેક બોક્સ મળ્યું નથી…
મહત્વનુ છે કે હાલમાં પડેલા કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે વાલોળ, લીલું લસણ, લીલી ડુંગળી ઉપરાંત શક્કરિયાં અને રતાળુ સહિતના સીઝનલ લીલા શાકભાજી મોંઘા થઈ ગયા છે- તમારું મનપસંદ ઊંધિયું બનાવવા માટેના મુખ્ય શાકભાજીના ભાવ વધી ગયા છે. દરેક શાકભાજીની છૂટક કિંમત હાલમાં 100થી 120 રૂપિયા પ્રતિકિલોની વચ્ચે જોવામળી રહ્યાછે.
આ પણ વાંચો ;ઉમિયાધામ / ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ 11મી ડિસેમ્બરથી યોજાશે,PM મોદી વર્ચ્યુઅલી જોડાશે…
આ ઉપરાંત નવેમ્બરના અંતમાં કમોસમી વરસાદ પહેલાના લગભગ એક અઠવાડિયા સુધી સતત વાદળછાયા વાતાવરણના કારણે શિયાળાની શાકભાજીની સારી માત્રામાં થયેલી લલણીમાં જીવાતોનો ઉપદ્રવ થયો હતો, જેના કારણે પાકને ઘણું નુકસાન થયું હતું. સીઝન દરમિયાન મર્યાદિત સપ્લાય અને વધારે માગ સાથે, શિયાળામાં થતા લીલા શાકભાજી વધારે મોંઘા થઈ ગયા છે. હજી પણ ભાવ વધે તેવું જોવા મળી રહ્યું છે . દસ દિવસ સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા છે’.
આ પણ વાંચો ;ઉમિયાધામ / ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ 11મી ડિસેમ્બરથી યોજાશે,PM મોદી વર્ચ્યુઅલી જોડાશે…
