Ahmedabad News: અટલ નેતૃત્વ, અવિરત વિકાસના મંત્ર સાથે રાજ્યમાં ગ્રાહકોને સુરક્ષા અપાવીને ‘સુશાસન’ની અનુભૂતિ કરાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં તા. 18 થી 24 ડિસેમ્બર-2025 સુધી વિવિધ સ્વરૂપે ‘ગ્રાહક જાગૃતિ સપ્તાહ’ (Consumer Awareness Week)ની ઉજવણી કરાવવામાં આવી રહી છે. ગ્રાહકો પોતાના અધિકારો માટે સજાગ થાય, ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય, અયોગ્ય વેપાર તથા ખામીયુક્ત માલ સામે ગ્રાહકોને થતી છેતરપીંડી સામે રક્ષણ આપવાના હેતુ સાથે ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
National Consumer Protection Dayની ઉજવણી
દર વર્ષે તા. 24 ડિસેમ્બરના રોજ ભારતભરમાં ‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ (National Consumer Protection Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આ વર્ષે ગુજરાતમાં 24 ડિસેમ્બરના રોજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી રમણ સોલંકી અને રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાની વિશેષ ઉપસ્થિતિમાં સરદારધામ, અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાના ‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ (National Consumer Protection Day)ની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ (National Consumer Protection Day)ની ઉજવણીની “Efficient and Speedy disposal through Digital Justice” થીમ નક્કી કરવામાં આવી છે.

વધુમાં રાજ્યના માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો દ્વારા શાળા, કૉલેજ, સરકારી કચેરીઓ, ગ્રામીણ કક્ષાએ વિવિધ સ્થળોએ ગ્રાહક જાગૃત્તિ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નિયામક, ગ્રાહક સુરક્ષા કચેરી ખાતે ‘Consumer Awareness and Protection Unit-CAPU’ નામે રાજ્ય ગ્રાહક સુરક્ષા ટોલ-ફ્રી હેલ્પલાઇન 1800-233-0222 કાર્યરત છે. જ્યાં વર્ષ 2025માં કુલ 12,750 જેટલા ગ્રાહકોની ફરિયાદો પરત્વે હકારાત્મક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ઉપરાંત નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 1915 મારફતે મળેલી ફરિયાદો પૈકી તમામ ફરિયાદોનું સમયમર્યાદામાં ગ્રાહકના હિતમાં નિરાકરણ લાવવામાં આવ્યું છે.

ચાલુ વર્ષ 2025-26માં ગ્રાહક સુરક્ષા (Customer protection)ને વધુ સુરક્ષિત કરવાના લક્ષ્યને ધ્યાને રાખીને ઓછું વજન ધરાવતાં, પેકેટ ઉપર પૂરતી વિગતો દર્શાવેલી ન હોય, MRP કરતાં વધારે ભાવ લેતાં અને સ્ટેમ્પિંગ વગરના સાધનનો વપરાશ કરતાં વિવિધ એકમો પર તોલમાપ તંત્ર દ્વારા દરોડા પાડીને કુલ ૪,૨૫૪ જેટલા કેસો કરીને રૂ. 1.25 કરોડ જેટલી માંડવાળ ફી વસૂલવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં હાલમાં e-Jagriti પોર્ટલ https://e-jagriti.gov.in પર પોતાની ફરિયાદો ઘરે બેઠા ઓનલાઇન પણ નોંધાવી શકાય છે.
શાળા-કોલેજોમાં કન્ઝ્યુમર ક્લબ દ્વારા ગ્રાહક જાગૃતિને વેગ
રાજ્યમાં ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વધુ પ્રોત્સાહન આપવા શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગ્રાહક કલ્યાણ અને ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિઓમાં સાંકળીને એમને ગ્રાહક જાગૃત્તિ સંબંધિત શિક્ષણ તેમજ ગ્રાહક તરીકે તેમના અધિકારો-ભૂમિકા અંગે જાણકારી આપવામાં આવી છે. રાજ્યમાં ગ્રાહક પ્રવૃત્તિને વધુ નાગરીકો સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26માં કુલ 2,000 શાળા અને 500 કોલેજ કન્ઝ્યુમર ક્લબ એમ કુલ 2,500 ક્લબ તૈયાર કરવામાં આવી છે. વધુમાં ચાલુ વર્ષ 2025-26માં કન્ઝ્યુમર ક્લબને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 1.19 કરોડની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે.

આ ઉપરાંત કન્ઝ્યુમર્સ અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાત દ્વારા ગ્રાહક જાગૃત્તિ અને પ્રચાર-પ્રસારની કામગીરીને વધુ વેગ મળે તે હેતુથી વર્ષ 2025-26માં કુલ 41 માન્યતા પ્રાપ્ત ગ્રાહક સુરક્ષા મંડળોને રૂ. 32.82 લાખથી વધુની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે. વધુમાં માન્યતા પ્રાપ્ત મંડળો દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં ગ્રાહક જાગૃતિ માટે કુલ 135 જેટલી શિબિરો, 69 જેટલા સેમિનારો, 45 જેટલા વર્કશોપ, 46 જેટલા પરિસંવાદો,138 જેટલી ગ્રામ-શેરી સભા, 96 જેટલા પ્રદર્શનો અને 78 જેટલા નિદર્શનોનું આયોજન કરીને સમગ્ર રાજ્યમાં કુલ 607 કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરાયા છે.
જ્યારે આગામી સમયમાં ગ્રાહક જાગૃત્તિ અંતર્ગત ભ્રામક જાહેરાતો, ચીજ-વસ્તુઓની ખરીદી પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો, ભેળસેળ યુક્ત ચીજ-વસ્તુઓની ખરીદી ન કરવા બાબતે, ઓનલાઈન નાણાકીય વ્યવહારો વગેરે વિષયો પર ડિજિટલ તેમજ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસારની કામગીરી ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં જિલ્લા પુરવઠા અધિકારીઓ, મદદનીશ નિયંત્રકો, માન્યતા પ્રાપ્ત ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા સ્થાનિક શાળા/કોલેજ કન્ઝ્યુમર ક્લબો ખાતે વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી અંતર્ગત કુલ 200 કરતાં વધુ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા, સંકલ્પ, અને સમર્પણના 3 વર્ષ
આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ
આ પણ વાંચો:નિર્મલા સીતારમણ અધ્યક્ષતા બેઠક, GST દર તર્કસંગત,ગ્રાહકોને લાભ મળશે, વીમા પ્રીમિયમ રાહત
