GST RATE NEWS/ નિર્મલા સીતારમણ અધ્યક્ષતા બેઠક, GST દર તર્કસંગત,ગ્રાહકોને લાભ મળશે, વીમા પ્રીમિયમ રાહત

GST કાઉન્સિલની બે દિવસીય બેઠકમાં દેશની કર પ્રણાલી અંગે મહત્વપૂર્ણ નિર્ણયો પર ચર્ચા શરૂ થઈ હતી. આ બેઠકમાં ખાસ કરીને GST દરોના તર્કસંગતકરણ

Finance Trending Business

GST Rate News:કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી GST કાઉન્સિલની બે દિવસીય બેઠકમાં દેશની કર પ્રણાલી અંગે મહત્વપૂર્ણ નિર્ણયો પર ચર્ચા શરૂ થઈ હતી. આ બેઠકમાં ખાસ કરીને GST દરોના તર્કસંગતકરણ (Rate Rationalisation) અને જીવન તથા આરોગ્ય વીમા પ્રીમિયમ પર કર રાહત જેવા મુદ્દાઓ પર ભાર મૂકાયો.

સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો માટે

ગ્રાહકોને મોટી રાહત મળવાની સંભાવના

હાલમાં GSTની અનેક સ્લેબ (5%, 12%, 18%, 28%) છે, જેને કારણે સામાન્ય ગ્રાહકોથી લઈને વ્યવસાયો સુધી મૂંઝવણ વધી રહી છે. આ વહીવટી જટિલતાઓ ઘટાડવા માટે કાઉન્સિલે સ્લેબમાં ફેરફાર કરવાની દિશામાં વિચારવિમર્શ કર્યો છે. પ્રસ્તાવિત યોજના મુજબ માત્ર બે મુખ્ય દર – 5% અને 18% – જ રાખવામાં આવશે, જ્યારે 12% અને 28%ના દર રદ કરવામાં આવશે. કેટલીક લક્ઝરી વસ્તુઓ અને સિગારેટ જેવા ઉત્પાદનો પર ખાસ દરે (40%) કર વસૂલવાનો પ્રસ્તાવ છે.

આ સુધારા પછી કર પ્રણાલી વધુ સરળ અને પારદર્શક બનશે અને ગ્રાહકો પરનો કરનો બોજ પણ ઘટશે.

વીમા પ્રીમિયમ પર રાહત

બેઠકમાં ચર્ચાયેલ બીજો મુખ્ય મુદ્દો જીવન અને આરોગ્ય વીમા પ્રીમિયમ પર લાગતા GSTમાં રાહત અંગે હતો. હાલમાં વીમા પ્રીમિયમ પર 18% GST વસૂલવામાં આવે છે, જેના કારણે સામાન્ય મધ્યમવર્ગીય પરિવારો માટે પોલિસી લેવી મોંઘી પડે છે. કાઉન્સિલ આ દર ઘટાડે તો વીમા પોલિસીઓ વધુ સસ્તી થશે અને સામાન્ય લોકોમાં વીમાની પહોંચ વધશે.

અધિકારીઓના મતે, વીમા દરો પર કર ઘટાડવો એ માત્ર નાણાકીય ઉત્પાદનોની પહોંચ વધારવા પૂરતું નથી, પરંતુ આરોગ્ય સુરક્ષા વધારવા માટે પણ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને કોરોના પછી લોકો આરોગ્ય વીમા તરફ આકર્ષાયા છે, પરંતુ ઊંચા GST દરો તેને મોંઘો બનાવે છે.

GST સ્લેબ ઘટાડવા માટે પ્રયત્નશીલ

ઓટોમેટિક રિટર્ન ફાઇલ સિસ્ટમ(Automatic return file system)

GST કાઉન્સિલે ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે ઓટોમેટિક રિટર્ન ફાઇલિંગ સિસ્ટમ (Automatic return filing system)લાગુ કરવાનો પણ પ્રસ્તાવ કર્યો છે. આ સિસ્ટમ દ્વારા નાના વેપારીઓને ટેક્સ ભરવાની પ્રક્રિયા સરળ બનશે અને Complianceનો ભાર ઘટશે.

Rate Rationalisation શું છે?

Rate Rationalisationનો અર્થ એ છે કે વિવિધ માલ-સેવાઓ પર લાગતા GST દરોને સરળ અને સંતુલિત કરવું, જેથી વહીવટી ગૂંચવણ ઘટે અને કર માળખું વધુ સ્પષ્ટ બને. ભારત સરકાર વર્ષોથી GST સ્લેબ ઘટાડવા માટે પ્રયત્નશીલ છે, અને આ વખતે અંતિમ નિર્ણય થવાની શક્યતા વધારે છે.

સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયા સુધીમાં નવા સુધારાઓ અંગે સૂચનાઓ જારી થશે. જો GST કાઉન્સિલના આ પ્રસ્તાવને અમલમાં મૂકવામાં આવશે, તો ગ્રાહકોને રોજિંદા વપરાશની વસ્તુઓથી લઈને વીમા પોલિસી સુધીમાં સીધી રાહત મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેન્દ્રીય કેબિનેટ આજે MSME માટે નાણાકીય સહાય પેકેજને મંજૂરી આપી શકે છે

આ પણ વાંચો:આવતીકાલ, 1 સપ્ટેમ્બરથી આ 8 નિયમો બદલાશે, થશે ખિસ્સા પર અસર, દરેક વ્યક્તિ માટે જાણવું મહત્વપૂર્ણ

આ પણ વાંચો:આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)માં RBIના ભૂતપૂર્વ ગવર્નરની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) તરીકે નિમણૂક કરાયા