sports news/ 15 વર્ષના વૈભવે તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ, સચિને અજીત આગરકર સામે ટેસ્ટ ડેબ્યૂ અંગે કહી આ વાત

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે આઈપીએલ 2026 માં ધમાકો કરનારા 15 વર્ષના વૈભવ સૂર્યવંશીના(Vaibhav Suryavanshi) દિલ ખોલીને વખાણ કર્યા છે અને ટીમ ઇન્ડિયામાં તેના ટેસ્ટ ડેબ્યૂ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.

Trending Sports
Vaibhav Suryavanshi

Sachin Tendulkar on Vaibhav Suryavanshi: ક્રિકેટના ભગવાન ગણાતા પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે ભારતીય ક્રિકેટના નવા સેન્સેશન 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને લઈને એક ખૂબ જ મહત્વનું નિવેદન આપ્યું છે. આઈપીએલ 2026 (IPL 2026) માં પોતાના બેટથી ધમાકેદાર કોહરામ મચાવ્યા બાદ વૈભવને તાત્કાલિક ભારતીય ટીમમાં સામેલ કરવાની માંગ સતત તેજ થઈ રહી છે. દિગ્ગજો હવે તેને માત્ર વનડે કે T20 જ નહીં, પરંતુ ત્રણેય ફોર્મેટનો સુપરસ્ટાર માની રહ્યા છે, જેની વચ્ચે માસ્ટર બ્લાસ્ટરે ક્રિકેટ ફેન્સ અને પસંદગીકારોને એક ખાસ સલાહ આપી છે.

Vaibhav Suryavanshi શૉટ સિલેક્શનથી સચિન પ્રભાવિત

ક્રિકઇન્ફોના એક ઇવેન્ટમાં સચિન તેંડુલકરે સ્વીકાર્યું કે ચારેય તરફ મચેલા ભારે શોરબકોર બાદ તેમણે પોતે રાજસ્થાન રોયલ્સના આ યુવા બેટ્સમેનની બેટિંગ જોવા માટે ટીવી ચાલુ કર્યું હતું. વૈભવની (Vaibhav Suryavanshi) પ્રશંસા કરતા સચિને કહ્યું, “અત્યારે દરેક વ્યક્તિ સૂર્યવંશી વિશે વાત કરી રહી છે અને જ્યારે મેં તેને બેટિંગ કરતો જોયો તો તે ખરેખર શાનદાર હતો. તે ખૂબ જ ખાસ પ્રતિભા છે. માત્ર બોલને હિટ કરવાની ક્ષમતા જ નહીં, પરંતુ તેની પાસે જે કાંડાની મૂવમેન્ટ (Wrist Work) છે, તેણે મને સૌથી વધુ પ્રભાવિત કર્યો છે.”

તેમણે આગળ ઉમેર્યું કે વૈભવ મેદાનની ચારેય તરફ શૉટ્સ રમે છે અને બાકીના બેટ્સમેનોની સરખામણીમાં બોલની લાઇન અને લેન્થને બહુ ઝડપથી પારખીને આસાનીથી બાઉન્ડ્રી બહાર મોકલી દે છે.

ક્રિસ ગેલનો ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો

ઉલ્લેખનીય છે કે, વૈભવ સૂર્યવંશીએ(Vaibhav Suryavanshi)  IPL 2026 માં 237.31 ના અવિશ્વસનીય સ્ટ્રાઇક રેટથી 776 રન ફટકારી દીધા છે. આ સીઝન દરમિયાન તેણે 72 સિક્સર ફટકારી છે, જે ક્રિસ ગેલના એક સીઝનમાં 59 સિક્સરના ઐતિહાસિક રેકોર્ડથી ઘણી આગળ છે.

વૈભવના આ પ્રદર્શન વચ્ચે સચિને મેનેજમેન્ટ, કોચ અને ફેન્સને સલાહ આપી છે કે આ યુવા ખેલાડી પર અત્યારથી બહુ વહેલું દબાણ બનાવવાનું ટાળવું જોઈએ. સચિને કહ્યું, “હું તેના નેચરલ ગેમ (સ્વાભાવિક રમત) સાથે કોઈ છેડછાડ જોવા નથી માંગતો. તે અત્યંત આત્મવિશ્વાસુ ખેલાડી દેખાય છે. જે રીતે તે બોલને જોઈને પ્રતિક્રિયા આપે છે, જો તેની વચ્ચે લોકોના મંતવ્યો અને વાતોના લીધે અડચણ ઊભી થઈ, તો અસલી પડકાર ત્યાંથી શરૂ થશે.”

ટેસ્ટ ક્રિકેટ રમવા અંગે સચિને શું કહ્યું?

જ્યારે માસ્ટર બ્લાસ્ટરે પૂછવામાં આવ્યું કે શું તેઓ વૈભવને(Vaibhav Suryavanshi) ભવિષ્યમાં ભારતની ટેસ્ટ જર્સીમાં રમતો જોવા માંગે છે, ત્યારે તેમણે હસતા હસતા ચીફ સિલેક્ટર અજીત આગરકર તરફ ઈશારો કરીને જવાબ આપ્યો હતું. સચિને કહ્યું, “જ્યારે અજીત (આગરકર) અહીં બેઠા હોય ત્યારે મારે ખૂબ વિચારી-સમજીને બોલવું પડશે! માત્ર હું જ નહીં, પરંતુ દરેક વ્યક્તિ તેને એક દિવસ ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમતો જોવા ઈચ્છશે, પરંતુ તે યોગ્ય સમય ક્યારે આવશે તે હું જાણતો નથી.”


આ પણ વાંચો:આજે વૈભવ vs ગુજરાત ટાઇટન્સ… શું 15 વર્ષનો આ છોકરો આખી ટીમને આપી શકશે માત?

આ પણ વાંચો:IPL 2026માં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 30 રને હરાવી પ્લે ઓફમાં કરી આગેકૂચ

આ પણ વાંચો:ગુજરાત સામે KKR ની જીતથી પ્લેઓફની રેસ થઈ રોમાંચક, મુંબઈ અને લખનઉ સત્તાવાર રીતે આઉટ