Virat Kohli IPL Finals Record: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) નો મહામુકાવલો આજે એટલે કે 31 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. આ ઐતિહાસિક ફાઇનલ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ છે. આરસીબી સતત બીજી વાર આઈપીએલ ટ્રોફી જીતીને ઈતિહાસ રચવા મેદાને ઉતરશે, જ્યારે ગુજરાત ટાઇટન્સ પણ પોતાની બીજી ટ્રોફી પર કબજો કરવા પૂરી તાકાત લગાવી દેશે.
આ મહાસંગ્રામમાં ‘રન મશીન’ તરીકે જાણીતા કિંગ વિરાટ કોહલી (Virat Kohli ) પર સમગ્ર દુનિયાની નજર રહેશે. વિરાટ મોટા મેચનો પ્લેયર ગણાય છે, પરંતુ આઈપીએલ ફાઇનલના ઇતિહાસમાં તેના આંકડા અપેક્ષા કરતા ઘણા સામાન્ય રહ્યા છે, જે આરસીબીના ચાહકો માટે થોડી ચિંતાનો વિષય બની શકે છે.
ફાઇનલમાં Virat Kohli નો રેકોર્ડ
વિરાટ કોહલીએ તેના આઈપીએલ કરિયરમાં અત્યાર સુધી કુલ 4 ફાઇનલ મેચ (2009, 2011, 2016 અને 2025) રમી છે. આ 4 ઇનિંગ્સમાં વિરાટે 34.75 ની સરેરાશ અને 126.36 ના સ્ટ્રાઇક રેટથી માત્ર 139 રન બનાવ્યા છે. ફાઇનલ મેચોમાં તેના બેટથી માત્ર 1 અર્ધશતક નીકળ્યું છે અને તેણે કુલ 10 ચોગ્ગા તથા 3 છગ્ગા ફટકાર્યા છે. કોહલી જે સ્તરનો દિગ્ગજ બેટ્સમેન છે, તે જોતાં ફાઇનલના આ આંકડા તેને બિલકુલ શૂટ કરતા નથી.
ચાલુ સીઝનમાં કોહલીનો ધમાકો
ભલે ફાઇનલમાં જૂનો રેકોર્ડ નબળો હોય, પરંતુ 37 વર્ષીય વિરાટ કોહલીનું બેટ આઈપીએલ 2026 માં જોરદાર ગરજ્યું છે. ચાલુ સીઝનના આંકડા પર નજર કરીએ તો:
કુલ મેચ: 15
કુલ રન: 600
બેટિંગ સરેરાશ: 50
સ્ટ્રાઇક રેટ: 164.38
શતક/અર્ધશતક: 1 સદી અને 4 સદિઓ
ચોગ્ગા/છગ્ગા: 64 ચોગ્ગા અને 22 છગ્ગા
વિરાટ કોહલી (Virat Kohli )અત્યારે શાનદાર ફોર્મમાં છે, તેથી ગુજરાત ટાઇટન્સ સામેની આ ખિતાબી મેચમાં આરસીબી મેનેજમેન્ટ અને કરોડો ચાહકોને કિંગ કોહલીના બેટથી એક મોટી અને યાદગાર ઇનિંગની આશા રહેશે.
આ પણ વાંચો:આજે વૈભવ vs ગુજરાત ટાઇટન્સ… શું 15 વર્ષનો આ છોકરો આખી ટીમને આપી શકશે માત?
આ પણ વાંચો:IPL 2026માં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 30 રને હરાવી પ્લે ઓફમાં કરી આગેકૂચ
આ પણ વાંચો:15 વર્ષના વૈભવે તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ, સચિને અજીત આગરકર સામે ટેસ્ટ ડેબ્યૂ અંગે કહી આ વાત
