Lifestyle Tips/ પોતું કરવાના પાણીમાં મિક્સ કરી દો આ વસ્તુઓ…ઘરમાં સુગંધ ફેલાશે…બેક્ટેરિયા નહિં!!

સફાઈ બાદ પણ ઘણી વાર રુમમાં પ્રેશનેસ ફીલ થતી નથી હોતી! તો ચાલો જાણીએ કે પોતું કરતી વખતે (Mopping Tips) પાણીમાં શું મિક્સ કરવાથી ઘર સુગંધીદાર રહેશે?

Trending Tips & Tricks Lifestyle
Mopping Tips...ઘરને બનાવો સ્વચ્છ અને સુગંધીદાર..!

Lifestyle Tips:  લીંબુની છાલ સહિતના કેટલાક સરળ વિકલ્પો પોતું કરતી વખતે (Mopping Tips) ઘરને ફ્રેશ રાખવામાં મદદગાર સાબિત થશે. તો ચાલો જાણીએ કે પોતું કરતી વખતે પાણીમાં શું મિક્સ કરવાથી ઘર સુગંધીદાર રહેશે?

ઘરમાં પોતુ લગાવવાથી ઘર તો સ્વચ્છ થઈ જાય છે પણ જો તમને પોતું કર્યા બાદ પણ ઘરમાં હળવી સુગંધ રહે એવું જોઈતુ હોય અને બેક્ટેરિયા પણ ઓછા થઈ જાય એવું ઈચ્છતા હો તો તમારે એક કામ કરવાનું રહેશે. સફાઈ બાદ પણ ઘણી વાર રુમમાં પ્રેશનેસ ફીલ થતી નથી હોતી!

આ માટે પોતું કરવાના પાણીમાં કેટલીક વસ્તુઓ તમે મિક્સ કરી શકો છો. લીંબુની છાલ સહિતના કેટલાક સરળ વિકલ્પો (Mopping Tips) ઘરને ફ્રેશ રાખવામાં મદદગાર સાબિત થશે. તો ચાલો જાણીએ કે પોતું કરતી વખતે પાણીમાં શું મિક્સ કરવાથી ઘર સુગંધીદાર (Fragrant)રહેશે?

કેટલાક સરળ વિકલ્પો (Mopping Tips) ઘરને ફ્રેશ રાખવામાં મદદગાર

લીંબુની છાલ સહિતના કેટલાક સરળ વિકલ્પો (Mopping Tips) ઘરને ફ્રેશ રાખવામાં મદદગાર સાબિત થશે.

લીંબુની છાલ

લીંબુની છાલ

લીંબુની છાલને લીંબુ વાપર્યા બાદ ફેંકશો નહિં…એને પોતુ કરતી વખતે પાણીમાં ઉમેરી દો. આનાથી તમને હળવી સુગંધ આવશે. લીંબુની સુગંધ ઘરમાં સારી ફ્રેશનેસ આપે છે.

ફ્લોર ક્લીનર

જો તમારો ઈરાદો લાદીની સફાઇ કરવાનો અને સાથોસાથ બેક્ટેરિયા (Bacteria) સહિતના અન્ય કીટાણુઓને ઓછા કરવાનો છે તો એવું ફ્લોર ક્લીનર વાપરો જેના પર કીટાણુનાશક હોવાની માહિતી આપેલી હોય. એને જે માત્રામાં વાપરવાનું કહ્યું હોય એ માત્રામાં યુઝ કરવું.

લેમનગ્રાસના ટીપાં

જો તમે ઈચ્છતા હો કે ઘરમાં સરસ સુગંધ આવે તો તમે પાણીમાં લેમનગ્રાસ (Essential Oil)ના કેટલાક ટીપાં ઉમેરી શકો છો. એનાથી પોતુ લગાવ્યા બાદ રુમમાં ફ્રેશ સુગંધ ફેલાશે.

લેમનગ્રાસના ટીપાં

સુગંધ માટે એક ખાસ મિશ્રણ

લેમન ઓરેંજ ફ્રેશ મોપિંગ વૉટર (Lemon-Orange Fresh Mopping Water) ઘરને સુગંધિત બનાવવા માટે ઉપયોગી છે. એને બનાવવાની વિધિ જોઇ લઇએ.

સામગ્રી

1 લિટર પાણી

1 કપ લીંબુ અને સંતરાની છાલ

વિધિ

1-2 કપ પાણી અને લીંબુ અને સંતરાની સાફ છાલને લગભગ 5-10 મિનિટ સુધી હળવું ઉકાળવું. ત્યારબાદ, પાણીને ઠંડુ થવા દેવું અને આ પાણીને પોતાની પાણી ભરેલી ડોલમાં મિક્સ કરીને વાપરવું. આમ કરવાથી સીધી જ છાલ મિક્સ કરવાથી આવતી સુગંધથી બહેતર સુગંધ આવશે.


આ પણ વાંચો : શું તમારા સફેદ કપડાં પણ જૂના લાગવા લાગ્યા છે! પીળાશથી ખરાબ લાગે છે? આ ટિપ્સથી આવશે સફેદીનો ચમકાર!

આ પણ વાંચો : વરસાદમાં તાળામાં કાટ લાગી ગયો છે? અજમાવો આ 6 સરળ ટિપ્સ…વર્ષો સુધી નવા રહેશે!

આ પણ વાંચો : વોશિંગ મશીનમાં ઓશીકું કેવી રીતે ધોવું? આ ટિપ્સથી ઓશીકાના જીદ્દી ડાઘ મિનિટોમાં થઇ જશે સાફ!