National News/ ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન, હોર્મુઝ અંગે કહ્યું- યુદ્ધ જલ્દી ખતમ થશે

ભારતમાં BRICS Summit દરમિયાન ઈરાન અને અમેરિકા (Iran Us Tensions) વચ્ચે મિડલ ઈસ્ટની સ્થિતિને લઈને નિવેદનબાજી તેજ બની છે

Top Stories India
ભારતમાં BRICS Summit દરમિયાન ઈરાન અને અમેરિકા (Iran Us Tensions) વચ્ચે મિડલ ઈસ્ટની સ્થિતિને લઈને નિવેદનબાજી તેજ બની છે

National News : ભારતમાં BRICS Summit દરમિયાન ઈરાન અને અમેરિકા (Iran Us Tensions) વચ્ચે મિડલ ઈસ્ટની સ્થિતિને લઈને નિવેદનબાજી તેજ બની છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકાને નિશાન બનાવતા કહ્યું કે મધ્ય પૂર્વને કોઈ બાહ્ય ‘રિજનલ પોલીસમેન’ની જરૂર નથી. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) અંગે મોટો દાવો કરતા કહ્યું કે સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે અને યુદ્ધ પણ જલ્દી પૂર્ણ થશે.

હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) અંગે ટ્રમ્પનો દાવો

આયર્લેન્ડના રાષ્ટ્રપતિ કૈથરીન કોનોલી સાથે મુલાકાત બાદ ડબલિનમાં પત્રકારો સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે બધું જલ્દી ઠીક થઈ જશે. તેમણે એવો પણ દાવો કર્યો કે યુદ્ધ ખૂબ જલ્દી સમાપ્ત થશે અને ત્યારબાદ વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz)વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઈલ શિપિંગ રૂટ પૈકીનું એક છે. અહીં જહાજોની અવરજવર પર અસર પડે તો વૈશ્વિક ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર તેની સીધી અસર થઈ શકે છે.

પેઝેશ્કિયાનનો અમેરિકાને સ્પષ્ટ સંદેશ

નવી દિલ્હીમાં મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથેની મુલાકાત દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિ (Iran President)મસૂદ પેઝેશ્કિયાને અમેરિકાની નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે મિડલ ઈસ્ટની સુરક્ષા અને તેની સીમાઓનું રક્ષણ આ ક્ષેત્રના સ્થાનિક દેશો અને મુખ્ય પક્ષકારો દ્વારા જ થવું જોઈએ.

પેઝેશ્કિયાને કહ્યું કે મધ્ય પૂર્વને અમેરિકા જેવા કોઈ બાહ્ય ‘રિજનલ પોલીસમેન’ની જરૂર નથી. તેમના જણાવ્યા અનુસાર, ઈરાનની સરકારને નબળી પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તે સફળ થયા નથી. આ પરિસ્થિતિથી ઈરાનના લોકો વધુ એકજૂથ થયા હોવાનું પણ તેમણે જણાવ્યું.

Iran Us Tensions : તેલ સપ્લાય અને શિપિંગને લઈને ચિંતા

હોર્મુઝ વિસ્તારમાં વધેલા તણાવને કારણે કોમર્શિયલ શિપિંગ અને તેલના પુરવઠાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે. આ જ સમયે ટ્રમ્પે સાઉદી અરેબિયાની એક પાઈપલાઈન પર થયેલા હુમલા પાછળ ઈરાનની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની સીધી અસર ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડી શકે છે. ખાસ કરીને એશિયા અને યુરોપના દેશો માટે હોર્મુઝમાંથી થતી ઊર્જા સપ્લાય મહત્વપૂર્ણ છે.

બાબ-અલ-મંદેબ રૂટ પર પણ વધ્યું દબાણ

હોર્મુઝ (Strait of Hormuz)સાથે બાબ-અલ-મંદેબ માર્ગને લઈને પણ સ્થિતિ સંવેદનશીલ બની છે. સાઉદી અરેબિયાએ ડ્રોન હુમલા બાદ પોતાની એક મહત્વપૂર્ણ પાઈપલાઈન બંધ કરી હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ, ઈરાન સમર્થિત હૂથી જૂથની ગતિવિધિઓને કારણે યમન નજીક રાતા સમુદ્રના માર્ગ પર પણ દબાણ વધ્યું છે.

હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ બંને વૈશ્વિક વેપાર અને ઊર્જા પરિવહન માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. તેથી બંને માર્ગો પર તણાવ વધે તો આંતરરાષ્ટ્રીય શિપિંગ, તેલના ભાવ અને સપ્લાય પર તેની અસર જોવા મળી શકે છે.


આ પણ વાંચો:9/11 હુમલાના 25 વર્ષ બાદ નવા ખુલાસા, ઓમર અલ-બાયોમીના જૂના વીડિયો ચર્ચામાં

આ પણ વાંચો: અમેરિકાની ઈરાનને ખુલ્લી ચેતવણી; સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું, ઓઈલ ટેન્કરો ડુબાડી દઈશું

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો ખાસ 1 ડૉલરનો સિક્કો લોન્ચ, વેચાણ શરૂ થતાં જ થયો સ્ટોક આઉટ