World News/ અમેરિકન દૂતાવાસ પરના હુમલામાં 35 પાકિસ્તાનીઓના મોત

ઇરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું અમેરિકા-ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં મોત થતાં પાક.માં વિરોધનો વંટોળ ફૂંકાયો હતો. પાકિસ્તાનીઓએ કરાચીમાં અમેરિકન રાજદૂતાવાસ પર હુમલો કરતા અમેરિકા અને પાક સુરક્ષા દળોએ કરેલા ગોળીબારમાં 23ના મોત થયા હતા.

Top Stories World Breaking News

Islamabad: અમેરિકા-ઇરાન વચ્ચેના યુદ્ધ(War)માં અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં ઇરાનના ધાર્મિક વડા ખામેની(Khameni)નું મોત થયું હતું. ખામેનીના મૃત્યુના વિરોધમાં આખા પાકિસ્તાન (Pakistan)માં વિરોધનો વંટોળ ફેલાયો હતો. ગુસ્સે ભરાયેલા પાકિસ્તાનીઓએ કરાચીમાં આવેલા અમેરિકન દૂતાવાસને ઘેરી લીધુ હતુ અને તેના પર હુમલો કર્યો હતો. દૂતાવાસનું રક્ષણ કરતાં અમેરિકન સૈનિકો અને પાકિસ્તાની સુરક્ષા દળોએ તેમના પર ગોળીબાર કરતાં કુલ 35પાકિસ્તાનીઓ માર્યા ગયા અને સંખ્યાબંધ લોકોને ઇજા પહોંચી છે. આ વિરોધ પ્રદર્શનનું આયોજન ઇમામિયા સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશને કર્યુ હતુ.

ખામેનીના મોતના લીધે આખા પાકિસ્તાન (Pakistan)માં અમેરિકા અને ઇઝરાયેલની યુતિ સામે વિરોધનો વંટોળ છે. બીજી બાજુએ શાસક પક્ષમાં તેનાથી વિપરીત સ્થિતિ છે. શાસક પક્ષ અમેરિકાનું જબરદસ્ત સમર્થક છે. આમ પાકિસ્તાનના શાસનની સ્થિતિ બધી બાજુએથી ખરાબ છે. આટલું ઓછું હોય તેમ હાલમાં પાકિસ્તાનનું તાલિબાન સામે યુદ્ધ પણ ચાલી રહ્યું છે. તાલિબાન સામેના યુદ્ધમાં પાકિસ્તાને (Pakistan) પણ કલ્પના ન હોય તેટલી ખુવારી વેઠવાની આવી છે.

તેમા પણ તેના રાવલપિંડીમાં આવેલા સૌથી મોટા લશ્કરી મથક નૂરખાન બેઝને પણ મોટો ફટકો પડ્યો છે. ગયા વર્ષે ઓપરેશન સિંદૂર વખતે ભારતે હુમલો કર્યો હતો તે મથકનું પાકિસ્તાને માંડ-માંડ સમારકાન કર્યુ હતુ. હવે તેના પર તાલિબાને હુમલો કરતાં નૂરખાન બેઝ ફરીથી ખેદાનમેદાન થઈ ગયો છે. આ ઉપરાંત બલૂચિસ્તાનના આતંકવાદીઓનો પ્રહાર તો ચાલે જ છે. આ બતાવે છે કે હાલમાં પાકિસ્તાન બધા મોરચે ઘેરાયેલું છે.


આ પણ વાંચો:આયાતુલ્લા અલીરેઝા આરાફી ઇરાનના વચગાળાના સુપ્રીમ લીડર બન્યા

આ પણ વાંચો:ઓમાન નજીક ઈરાનનો તેલ ટેન્કર પર હુમલો: 15 ભારતીયો બચ્યા; ટ્રમ્પ અને નેતન્યાહૂની ઈરાનને કડક ચેતવણી

આ પણ વાંચો:અલી ખામેની પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ પાછળની અંદરની કહાની, ડોનાલ્ડ ટ્રમ્પ પર MBS, બેન્જામિન નેતન્યાહુનું દબાણ?