Ahmedabad News: અમદાવાદમાં દિવાન બલ્લુભાઈ સ્કૂલ ફરીથી વિવાદમાં આવી છે. મણિનગરના કાંકરિયામાં આ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના શિક્ષકો ધરણા પર બેસતા આ સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલના શિક્ષકો સવારથી જ આમરણાત ઉપવાસને લઈને ધરણા પર બેઠા છે. તેઓ પગાર વધારાની માંગ લઈને ધરણા પર બેઠા છે.
પગારવધારો મેળવવા શિક્ષકોએ અન્નજળનો ત્યાગ કર્યો છે. સઆના પગલે સ્કૂલમાં આવેલા વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં ગોંધી રાખવામાં આવ્યા છે. શિક્ષકો અને પ્રિન્સિપાલના ઝગડામાં વિદ્યાર્થીઓ હાલાકી થઈ છે. આંદોલનને લઈને આજે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા હતા.
આમ પાડાના વાંકે પખાલીને ડામ તે કહેવત અહીં સાર્થક ઠરી હતી. સ્કૂલના વહીવટીતંત્રના વાંકે અહીં વિદ્યાર્થીઓને સહન કરવાનું આવ્યું હતું. સ્કૂલનું વહીવટીતંત્ર અને શિક્ષકો સામસામે છે અને ખો અહીં વિદ્યાર્થીઓના શિક્ષણનો નીકળી રહ્યો છે. આગામી સમયમાં ડીઇઓ આ મુદ્દે તાત્કાલિક પગલાં લે તે જરૂરી છે. જો તે તાત્કાલિક દરમિયાનગીરી નહીં કરે તો વિદ્યાર્થીઓનું ભણતર ભયમાં મૂકાઈ શકે છે.
આ પણ વાંચો: પિકનિક/ ઉત્સાહ ફેરવાયો માતમમાં, હોંશેહોંશે ગયેલા વિદ્યાર્થીને મળ્યું મોત
