Ahmedabad News/ અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં NSUIનો વિરોધ

અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં NSUIએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. NSUI દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUIએ SC,ST,OBCના વિદ્યાર્થીઓને એડમીશન મુદ્દે વિરોધ કર્યો હતો.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં NSUIએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. NSUI દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NSUIએ SC,ST,OBCના વિદ્યાર્થીઓને એડમીશન મુદ્દે વિરોધ કર્યો હતો. અનામત હેઠળની સીટોમાં એડમિશન આપવામાં ન આવતા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કોલેજ સંકુલમાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. NSUIનો દાવો હતો કે કોલેજ અનામતની નીતિનું યોગ્ય રીતે પાલન કરી રહી નથી. તેમણે કોલેજના તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યો હતો અને SC,ST,OBCના વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમદાવાદની ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલે (Tripada International School) RTE ના 17 બાળકોને ધોરણ 5માં નપાસ કર્યા છે. જેની ફરિયાદ વાલીઓએ NSUI કરી હતી ત્યાર બાદ NSUI એ જિલ્લા શિક્ષણ અધિકારીનું આ બાબતે ધ્યાન દોર્યું હતું.

આ પ્રકારની સ્કૂલો જે બેફામ બનીને RTEના બાળકોના હકને મારી રહી છે તેવી બેફામ બનેલી સ્કૂલો ઉપર ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી માગ કરવામાં આવી છે તેમજ RTE વધુ બેઠકો ફાળવવા માટે પણ જીલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદ શહેરના DEOએ જણાવ્યું હતું કે ફરિયાદ મળ્યા બાદ અગાઉ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. વાલીઓના સંતોષ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી લેવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad News/વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં ગુજરાત યુનિ. બહાર NSUI કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, કાર્યકરોની ટીંગાટોળી કરાઈ અટકાયત, રાજ્યભરમાં આંદોલન ચાલુ રાખવાની ચીમકી

આ પણ વાંચો: અમદાવાદમાં ફી વધારા સામે NSUIના કાર્યકર્તાઓનો ભારે વિરોધ

આ પણ વાંચો: નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે NSUIના કાર્યકરોનો વિરોધ