સુરત શહેરના સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનનો એએસઆઇ હિંમત પુનિયા વસાવા રૂપિયા 15000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયો છે, લાંચકાંડમાં સંડોવાયેલો તેનો સાથી એલઆર બિપીન ઝલરિયા ફરાર થઇ ગયો છે, ફરિયાદી યુવક ગાડી વેચાણનો બિઝનેસ કરે છે.
તેને સલીમ નામના વ્યક્તિને રૂપિયા 1.20 લાખ આપવાના હતા, પરંતુ તેની પાસે હાલમાં વ્યવસ્થા ન હોવાથી તે રૂપિયા આપી શકતો ન હતો, સલીમે ફરિયાદી સામે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેની તપાસ હિંમત વસાવાને આપવામાં આવી હતી.
આરોપી હિંમત વસાવાએ આ અરજીના અનુસંધાનમાં ફરિયાદીને દમ મારીને રૂપિયા 20 હજારની લાંચ માંગી હતી, જેમાં 15 નવેમ્બરે 5 હજાર રૂપિયા એલઆર બિપીન ઝલરિયાને આપ્યાં હતા, બાકીના 15 હજાર રૂપિયા લેતા હિંમત વસાવા ઝડપાઇ ગયો છે.
ફરિયાદીએ સમગ્ર કેસની એસીબીને જાણ કરતા છટકુ ગોઠવવામાં આવ્યું હતુ, જેમાં એક આરોપી પકડાયો છે અને બીજો ફરાર થઇ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
