Ahmedabad News: બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે અમદાવાદમાં કોન્સર્ટ કરવા જઈ રહ્યું છે. આ પહેલા શહેરમાં હોટલના રૂમ ખૂબ મોંઘા થઈ ગયા છે. સોશિયલ મીડિયા યુઝર્સે ઈન્સ્ટાગ્રામ પર ઘણા સ્ક્રીનશોટ શેર કર્યા છે. આમાં જોઈ શકાય છે કે કેવી રીતે અમદાવાદમાં રાતોરાત હોટેલ રૂમ બુકના ભાવ ઉચકાયા છે. આ ભાવ પ્રતિ રૂમ 80,000 રૂપિયાને વટાવી ગયા છે.
કોલ્ડપ્લે કોન્સર્ટ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર છે. આ પહેલા આ બેન્ડે મુંબઈમાં ત્રણ શો કર્યા હતા. અમદાવાદમાં સ્થિતિ એવી છે કે કોન્સર્ટની તારીખ અને તેની આસપાસના દિવસોમાં હોટેલ બુકિંગ ખૂબ મોંઘું થઈ ગયું છે.
સોશિયલ મીડિયા યુઝરે આ વિશે જણાવ્યું કે, ’24-25 જાન્યુઆરી માટે અમદાવાદની કોઈપણ હોટેલની કિંમત 50 હજાર રૂપિયાથી ઓછી નથી. પૈસા બચાવવા હોય તો વડોદરામાં રહીને અમદાવાદ જાવ. આ પોસ્ટ શેર કરતી વખતે અન્ય એક ઈન્ટરનેટ યુઝરે લખ્યું, ‘અમદાવાદની હોટલમાં રાત્રિ રોકાણ માટે તમારે 53,200 રૂપિયા ચૂકવવા પડશે.’ જ્યારે બીજાએ લખ્યું કે, ’25 જાન્યુઆરીએ યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટના કારણે અમદાવાદમાં હોટેલોના ભાવ 10 ગણાથી વધુ વધી ગયા છે.
નેટ યુઝર્સ નારાજ
અન્ય ઘણા ઈન્ટરનેટ યુઝર્સે પણ હોટલના વધેલા ભાવ અંગે ટિપ્પણી કરી છે અને ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ મહારાષ્ટ્ર પોલીસની સાયબર શાખાએ ઓનલાઈન ટિકિટ બુકિંગ વેબસાઈટ ‘BookMyShow’ને નોટિસ પાઠવી છે. તેણે જાન્યુઆરીમાં યોજાનારી કોલ્ડપ્લેના કોન્સર્ટ અને અન્ય કાર્યક્રમો માટે નામ આધારિત ટિકિટના વેચાણ સહિત અન્ય કડક પગલાં લેવા જણાવ્યું છે. ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ટિકિટ ખરીદનારા ચાહકોના શોષણને રોકવાના ઉદ્દેશ્યથી મહારાષ્ટ્ર સાયબર પોલીસે આ નોટિસ જારી કરી છે. ઓનલાઈન અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આવા લોકપ્રિય મ્યુઝિક કોન્સર્ટ અને ઈવેન્ટ્સ માટે ટિકિટ બુક કરાવવામાં સમસ્યાઓ અંગેની ફરિયાદો વધી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે કોલ્ડ પ્લે કોન્સર્ટ
આ પણ વાંચો: કોલ્ડ પ્લેની ટિકિટનો ક્રેઝ મોંઘો પડ્યો, સુરતના ચાર યુવાનો સાથે થઈ છેતરપિંડી
આ પણ વાંચો: ભારત બનશે ડિજિટલ વિશ્વની મહાસત્તા
