Not Set/ કોરોના ફેલાવવાનો એક પણ મોકો છોડતો નથી, જાણો કેમ ગીર-સોમનાથનાં વેરાવળમાં માછીમારને કોરન્ટાઇન કરવા પડ્યા…

ગીર-સોમનાથનાં વેરાવળ બંદરે કામ કરતા આંધ્રપ્રદેશનાં લગભગ 80 જેટલા માછીમારો લોકડાઉનનાં કારણે ફસાયા હતા. સરકાર દ્વારા આ તમામ માછીમારોને આંધ્ર પ્રદેશ પરત મોકલવા વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ ફસાયેલા માછીમારો આંધ્રપ્રદેશ પહોંચ્યાની સાથે જ તમામનાં મેડિકલ ચેક અપ કરી રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. તેમાથી એક માછીમારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આંધ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને […]

Gujarat Others

ગીર-સોમનાથનાં વેરાવળ બંદરે કામ કરતા આંધ્રપ્રદેશનાં લગભગ 80 જેટલા માછીમારો લોકડાઉનનાં કારણે ફસાયા હતા. સરકાર દ્વારા આ તમામ માછીમારોને આંધ્ર પ્રદેશ પરત મોકલવા વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ ફસાયેલા માછીમારો આંધ્રપ્રદેશ પહોંચ્યાની સાથે જ તમામનાં મેડિકલ ચેક અપ કરી રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. તેમાથી એક માછીમારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આંધ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને જાણ કરવામાં આવતા, ગુજરાતનાં વેરાવળ બંદર પર જે બોટમાં આંધ્રમાં કોરોના પોઝિટીવ આવ્યો તે માછીમાર કામ કરતો હતો તે બોટના માલિક અને અન્ય ખલાસીને કોરન્ટાઇ કરવામાં આવ્યા છે.

કોરોનાનું સંક્રમણ રોકવુ છે તો સાવચેતી અને સુરક્ષાનાં તમામ પગલા બીલકુલ ચુસ્ત રીતે જ પાડવા પડશે, કારણે કે કોરોના ફેલાવવાનો એક પણ મોકો ચુકતો નથી ભલે તે મોકો સમુદ્ર પર નો હોય કે જમીન પર નો, બેદરકારી કોરોનાને આવવાનુ ખુલ્લુ આમંત્રણ આપે છે તે ભૂલવુ ભારે પડી શકે છે. માટે જ ઘરમાં રહો, નિયમોનું પાલન કરો અને સુરક્ષીત રહો, ડરો નહીં, પરંતુ સાથે બેજવાબદાર પણ ન બનો.

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન