કોરોનાનાં કાળા કાળમાં માઠા સમાચારોની તો વણઝાર લાગી છે. આવા સમયે જો કોઇ એવા સમાચાર આપે કે આ સમગ્ર જીલ્લામાં કોરોનાનાં કોઇ કેસ હવે રહ્યા નથી અને આ જલ્લો કોરોના મુક્ત થઇ ગયો છે તે કેવા શુકનના સમાચાર કહેવાય. બસ આવાજ સમાચાર આવી ગયા છે ડાંગ જીલ્લાનાં સંદર્ભમાં. જી હા, ડાંગ જીલ્લો કોરોના મુક્ત બન્યો છે. હવે સમગ્ર ડાંગ જીલ્લા એક પણ પોઝિટીવ કેસ રહ્યો નથી.
ઉલ્લેખનીય છે કે ડાંગ જીલ્લામાં ત્રણ કોરોના પોઝિટીવ કેસ નોંધવામાં આવ્યા હતા. ડાંગ જીલ્લાના ત્રણેય દર્દીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી છે. તમામ ત્રણ કેસ નોગેટીવ આવતા કલકેટરે ડાંગ જીલ્લાને કોરોના મુક્ત જાહેર કરી આગોતરા આયોજન માટે મિટિંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મહામારીથી જીલ્લો મુક્ત બનતા વહીવટી તંત્ર, ડોક્ટરો, પ્રજાજનો માં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
