Gujarat News/ ગુજરાતથી 3000 કોંગ્રેસી કાર્યકરો દિલ્હીમાં, રામલીલા મેદાનની રેલીમાં SIR સામે વિરોધ

દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી રેલીમાં ગુજરાત(gujarat)થી કોણ કોણ પહોંચ્યું? આ વિરોધ પ્રદર્શન પાછળનું કારણ શું છે?…

Gujarat Gandhinagar Breaking News
gujarat

Gujarat News: ગુજરાત કોંગ્રેસ દિલ્હી રેલી (Gujarat)માં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત 3000 જેટલા નેતા-કાર્યકર્તાઓ બસો ભરીને દિલ્હી પહોંચ્યા છે. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRમાં ગોટાળાના આક્ષેપ સાથે INDIA ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસના નેતૃત્વમાં આજે (1 નવેમ્બર) દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી યોજવામાં આવી રહી છે.

ટ્રેન અને બસ મારફતે પહોંચ્યા કાર્યકર્તાઓ

NSUI, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને સેવા દળના કાર્યકર્તાઓ પોતાની રીતે ટ્રેન અને બસ મારફતે દિલ્હી પહોંચ્યા હતા. આ SIR વિરોધ પ્રદર્શન (SIR protest)માં ગુજરાત NSUIના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા છે. તેમણે ‘વોટ ચોર ગદ્દી છોડ’ જેવા નારા લગાવ્યા હતા. કાર્યકર્તાઓએ મુખ્ય ચૂંટણી કમિશનરના જ્ઞાનેશ કુમાર રાજીનામું (Gyanesh Kumar resignation)ની માગ પણ કરી હતી.

ગુજરાત(gujarat)ના કોંગ્રેસ કાર્યકર્તા પહોંચ્યા દિલ્હી 

પ્રદેશ પ્રમુખે જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખને કાર્યકર્તાઓને દિલ્હી લાવવાની જવાબદારી સોંપી હતી. ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી બસો અને ખાનગી વાહનો મારફતે કાર્યકર્તાઓને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા.

SIR પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથે યોજાયેલી આ રેલીમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકરોએ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું.

દિલ્હી રેલીમાં મોટા નેતાઓની હાજરી

દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ INDIA ગઠબંધન રેલી (INDIA alliance rally)નું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આ રામલીલા મેદાન રેલી (Ramlila Maidan rally)માં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત INDIA ગઠબંધનના મોટા ભાગના નેતાઓ જોડાયા છે. ગુજરાતથી શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છે.


આ પણ વાંચો: રાહુલ ગાંધીના આહ્વાન પર ગુજરાતથી કોંગ્રેસ નેતાઓ 1 નવેમ્બરે દિલ્હી જશે

આ પણ વાંચો: ટાટા ગ્રુપ વિવાદ પર રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર, સીતારમણે આપ્યો જવાબ

આ પણ વાંચો: રાહુલ ગાંધીનો દાવો: ‘જ્ઞાનેશ કુમારને હટાવો, 30 સેકન્ડમાં આંદોલન બંધ થઈ જશે’