New Delhi News/ રાહુલ ગાંધીનો દાવો: ‘જ્ઞાનેશ કુમારને હટાવો, 30 સેકન્ડમાં આંદોલન બંધ થઈ જશે’

રાહુલ ગાંધી(Rahul Gandhi)એ દિલ્હીના વેપારીઓને સંબોધતાં કહ્યું કે, સરકાર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવી દે તો વિપક્ષનું આંદોલન 30 સેકન્ડમાં બંધ થઈ શકે છે.

India Breaking News
Rahul Gandhi

New Delhi News: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ દિલ્હીના વેપારીઓને સંબોધતાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી હટાવી દે, તો વિપક્ષનું આંદોલન માત્ર 30 સેકન્ડમાં બંધ થઈ શકે છે.