Not Set/ મંદિર તોડવાના વિરોધમાં પંજાબમાં આજે બંધનુ એલાન, પીએમ મોદીને દખલ કરવાની કરાઇ અપીલ

રાજધાની દિલ્હીમાં રવિદાસનાં પ્રાચીન મંદિરને તોડવાનો મામલો સામે આવ્યો છે. જેને લઇને પંજાબનાં અનેક જિલ્લાઓમાં પ્રદર્શન થઇ રહ્યા છે. મંદિરનાં ધ્વંસનાં વિરોધમાં આજે પંજાબ બંધની જાહેરાત ઓલ ઈન્ડિયા આદી ધર્મ મિશનનાં રાષ્ટ્રીય પ્રમુખ સતવિંદરસિંહ હીરા અને સાધુ સમાજનાં પ્રમુખ સંત સરવણદાસ દ્વારા કરવામાં આવી છે. આ બંધને વિવિધ સંસ્થાઓએ પોતાનો ટેકો આપ્યો છે. સોમવારે પંજાબનાં […]

India

રાજધાની દિલ્હીમાં રવિદાસનાં પ્રાચીન મંદિરને તોડવાનો મામલો સામે આવ્યો છે. જેને લઇને પંજાબનાં અનેક જિલ્લાઓમાં પ્રદર્શન થઇ રહ્યા છે. મંદિરનાં ધ્વંસનાં વિરોધમાં આજે પંજાબ બંધની જાહેરાત ઓલ ઈન્ડિયા આદી ધર્મ મિશનનાં રાષ્ટ્રીય પ્રમુખ સતવિંદરસિંહ હીરા અને સાધુ સમાજનાં પ્રમુખ સંત સરવણદાસ દ્વારા કરવામાં આવી છે. આ બંધને વિવિધ સંસ્થાઓએ પોતાનો ટેકો આપ્યો છે.

સોમવારે પંજાબનાં પટિયાલા, ફતેહગઢ સાહિબ, ફિરોઝપુર રોપડ, જાલંધર અને કપૂરથલા જેવા જિલ્લાઓમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ મામલો વધતો જોઈને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે પાંચ સભ્યોની સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે જે આ મુદ્દાને હલ કરશે. આ મામલાની ગંભીરતા જોઇને સીએમ કેપ્ટન અમરિંદર સિંહે વડા પ્રધાનને દખલ કરવાની અપીલ કરી છે. મુખ્યમંત્રીએ કેન્દ્રીય શહેરી આવાસ મંત્રી હરદીપસિંહ પુરીને વિનંતી કરી છે કે તે મંદિર જ્યાં તોડવામાં આવ્યું છે તે જ જગ્યા તેને ફાળવવામાં આવે.

શું છે મામલો

સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ, દિલ્હીનાં તુગલકાબાદનાં ગુરુ રવિદાસનું પ્રાચીન મંદિર તોડી પાડવામાં આવ્યું હતું, જેનો સખત વિરોધ પણ કરવામાં આવ્યો હતો. આ મંદિર 600 વર્ષ જૂનું કહેવાય છે. લોકો કહે છે કે આનાથી તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે અને મંદિર વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી સહન કરી શકાય તેમ નથી. બંધને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

આ મામલો પણ હવે રાજકીય રંગ લઈ રહ્યો છે. ભાજપનાં કાર્યકરોએ લુધિયાણામાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પુતળું દહન કર્યું હતું અને તેમની વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. રવિદાસ સમુદાયનાં લોકો ગુરુ રવિદાસજીની પવિત્ર પ્રતિમાને અપમાનજનક તેમજ સંતોનું અપમાન માને છે. ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન વિજય સાંપલાએ પણ આ મામલે ભાજપ અને શિરોમણિ અકાલી દળનાં નેતાઓ સાથે બેઠક યોજી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.