@નિકુંજ પટેલ
બિલમાં લીવ ઈન રિલેશન એક્ટ 281 નો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. બિલને રાજ્યપાલની મંજુરી મળશે તો ઉત્તરાખંડમાં લીવ ઈનમાં રહેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી બનશે. આમ કરવામાં નહી આવે તો છ વર્ષની જેલ અને 25 હજારનો દંડ થઈ શકે છે.આ બિલમાં લીવ ઈનમાં પેદા થયેલા બાળકને પણ કાનૂની અધિકાર આપવામાં આવ્યા છે. સાથે જ લીવ ઈનમાં બ્રેકઅપ થયા બાદ યુવતી તેના સાથી પાસે મેઈન્ટેનન્સ માગી શકશે.
આ બિલને સમજવા સાત સવાલો જોઈએ. તેના જવાબ સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તાએ આપ્યા છે.
પ્રશ્ન-1 વગર રજીસ્ટ્રેશન સાથે રહેવા પર શું સજા થશે.
જવાબ- જો કપલ અનિવાર્ય રજીસ્ટ્રેશન ન કરાવે અને સાથે રહેતા હોય તો તેવામાં છ વર્ષની સજા અને 25 હજાર સુધીનો દંડ થઈ શકે છે. લીવ ઈનમાં રહેવાનું શરૂ કરવાના એક મહિના પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
ઉત્તરાખંડમાં રહેતા કોઈ પણ રાજ્યાના યુવકોને લીવ ઈનમાં રહેવા માટે રજીસ્ટ્રાર સામે સ્ટ્ટમેન્ટ આપવું જરૂરી રહેશે. તેની સાથે જો ઉત્તરાખંડનો કોઈ યુવક રાજ્ય બહાર લીવ ઈનમાં રહેતો હોય તો તેને તે રાજ્યમાં રજીસ્ટ્રાર સામે તેનું સ્ટેટમેન્ટ પ્રસ્તુત કરવું પડશે.
પ્રશ્ન-2 લીવ ઈનનો ક્રાઈટેરીયા કેવી રીતે નક્કી થશે. તેમાં કોણ કોણ આવશે.
જવાબ- તેની હજી કાનૂની રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે કાનૂની રીતે યુવતી માટે 18 વર્ષ અને યુવક માટે 21 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે. આ વય મર્યાદાથી વધુના કપલ વગર લગ્ન કરે સાથે રહેતા હોય તો તેને લીવ ઈન રિલેશન માનવામાં આવશે.
પ્રશ્ન-3 શુ તમામ લોકો માટે આ રજીસ્ટ્રેશન અનિવાર્ય હશે ?
જવાબ-એવો લોકો જેમનો સમુદાય (આદીવાસી સમુદાય અને જનજાતીઓ)માં લગ્ન પહેલા સાથે રહેવું તેમની પ્રથા છે. તો તેમણે રજીસ્ટ્રેશન કરાવવું નહી પડે.
પ્રશ્ન-5 કયા કપલનું રજીસ્ટ્રેશન નહી થાય
જવાબ- જો બેમાંથી કોઈ એક પરણિત હોય અથવા બેમાંથી કોઈ એક સગીર હોય તો રજીસ્ટ્રેશન નહી થઈ શકે.
પ્રશ્ન-6 રજીસ્ટ્રેશન કેવી રીતે ટર્મિનેટ કરી શકાશે
જવાબ- રજીસ્ટર્ડ લીવ-ઈન પાર્ટનરે રીલેશન ખતમ કરવા માટે પણ રજીસ્ટ્રારની અનુમતી લેવી પડશે. લીવ ઈન પાર્ટનર્સના આવેદનની તપાસ કર્યા બાદ રજીસ્ટ્ર્રાર તેને ટર્મિનેટ કરશે. તેમાં યુવતીને મેઈન્ટેનન્સ માંગવાનો પણ અધિકાર હશે. જેના માટે યુવતી કોર્ટમાં અપીલ કરી શકશે.
પ્રશ્ન-7 શે તેમાં પેરેન્ટ્સ કે ફેમીલીનું કોઈ ઈન્વોલ્મેન્ટ હશે ?
જવાબ- તેનો અધિકાર રજીસ્ટ્રાર પાસે છે. રજીસ્ટ્રાર બન્ને પાર્ટનર ઉપરાંત જરૂરી જણાશે તો કોઈ પરિચિતનું નિવેદન પણ માંગી શકશે. તે સિવા લેરિફિકેશનમાં જો કપલ સગીર હશે તો તેના માતા પિતાને તેની સુચના આપવામાં આવશે.
આ પણ વાંચો:ગૌતમ અદાણીની ઊંચી છલાંગ, 100 અબજ ડોલર ક્લબમાં પુનઃપ્રવેશ કરતા બન્યા વિશ્વના 12મા સૌથી ધનિક વ્યક્તિ
આ પણ વાંચો:લોકસભા ચૂંટણીમાં ભાજપને દક્ષિણ ભારતમાંથી સમર્થન મળી શકે છે, આ નેતા અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યા
આ પણ વાંચો:હવે સંસદમાં શરૂ થશે ‘પત્ર યુદ્ધ’, મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળ પર કોંગ્રેસ લાવશે બ્લેક પેપર
