ઉદ્યમ કરવાની ભાવના અને મજબૂત ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રમાં ઓળખ બનાવનારા ગુજરાતમાં 58 એવા લોકો છે, જેમની પાસે 1000 કરોડથી વધારે સંપત્તિ છે. એક રિપોર્ટ મુજબ આ અરબપતિ ગુજરાતીઓની કુલ સંપત્તિ 2.54 લાખ કરોડ હોવાનું અનુમાન છે.
આ અમીર લોકોના કારણે અરબપતિઓની યાદીમાં ગુજરાત ચોથા નંબર પર છે. મહારાષ્ટ્ર 272 લોકો સાથે આ યાદીમાં સૌથી મોખરે છે. 163 લોકો સાથે દિલ્હી બીજા નંબર પર છે, જયારે કર્ણાટક 72 અરબપતિ સાથે ત્રીજા નંબર પર છે. ભારતમાં 831 એવા વ્યક્તિ છે, જેમની એકલાની સંપત્તિ 1000 કરોડથી વધારે છે.

ગુજરાતમાં સૌથી વધારે અમીર અદાણી ગ્રુપના ગૌતમ અદાણી છે. એમની વ્યક્તિગત સંપત્તિ 71,200 કરોડ રૂપિયા છે. ભારતના અમીરોની યાદીમાં ગૌતમ અદાણીનું નામ આઠમા નંબર પર છે. ગુજરાતના ઝાયડસ ગ્રુપના પંકજ પટેલની સંપત્તિ 32,100 કરોડ, એઆઈએ એન્જીનીયરીંગના ભદ્રેશ શાહની સંપત્તિ 9700 કરોડ, કરસનભાઈ પટેલની સંપત્તિ 9600 કરોડ અને ટોરેન્ટ ગ્રુપના પ્રમોટર સમીર અને સુધીર મેહતાની સંપત્તિ 8300 કરોડ છે.
અમદાવાદમાં 84 ટકા અરબપતિ (49) છે. રાજકોટમાં 5 ટકા, સુરતમાં 3 અને વડોદરામાં 1 ટકા અરબપતિ છે. મહત્વની વાત એ છે કે, ગુજરાતના અરબપતિઓની યાદીમાં 10 મહિલાઓ પણ સામેલ છે. આ મહિલાઓ નિરમા ગ્રુપ, ટોરેન્ટ ગ્રુપ અને ઈન્ટાસ ફાર્મા ગ્રુપની છે.
