Kapadwanj News : કપડવંજના સૂફી ગામના તમામ 18 ઘરોમાં 183.27 કિલો વોટ સોલર રૂફ ટોપ સિસ્ટમ લગાવવામાં આવી છે. ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વિજળી યોજના હેઠળ આ કામગીરી કરવામાં આવી છે. આમ સુકી ગામ જિલ્લાનું પહેલું અને રાજ્યનું ત્રીજુ સોલર ગામ બન્યું છે. ગામના 78 ઘર પર સોલર રૂફટોપ લગાવવાની 100 ટકા કામગીરી પુરૂ કરૂ દેવાઈ છે જેનો અંદાજીત ખર્ચ 77.79 લાખ રૂપિયા થાય છે. જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નથી આ ગામ સંપૂર્ણ સોલર આધારિત ગામ બન્યું છે.
જિલ્લા પ્રસાશન, એમજીવીસીએલ, બેન્ક અને સોલર કંપનીના સહયોગથી અંદાજે 55 લાખના ખર્ચે આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવ્યો છે.છેવાડાના વિસ્તારો સુધી પહોંચવું અને સોલર રૂફટોફ એજન્સી મારફતે નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરાવવા જેવા મોટા પડકારો સામે હોવા છતા તંત્રની સુસજ્જતાના કારણે આ શક્ય બન્યું હતું. સોલર રૂફટોફ એજન્સી અને એમજીવીસીએલના સ્ટાફ દ્વારા તમામ ગ્રાહકોને સમજણ આપવાની સાથે જરૂરી ટેકનિકલ જ્ઞાન આપીને આ યોજનાથી માહિતગાર કરયા હતા.
તમામ 78 વીજ જોડાણો માટે સોલર યોજનાના નાણાં ભરપાઈ કરાવીને સોલર પેનલ લગાવવાનું કામ એપ્રિલ-મે,2024માં પરુ કરવામાં આવ્યું હતું. તે સિવાય પ્રધાનમંત્રી સીર્યઘર-મફત વીજળી યોજના અંતર્ગત તમામ ગ્રાહકોને 43.27 લાખની સબસીડીનો લાભ પણ આપવામાં આવ્યો હતો. આમગ્રીન એનર્જી-ક્લીન એનર્જી સાથે ગ્રામીણ સમુદાયોને સશક્ત બનાવવામાં આવ્યા છે.સોલર સિસ્ટમ ઈન્સ્ટોલ કરતા પહેલા તમામ ગ્રાહકોનું હે મહિનાનું બિલ આશરે 10275 યુનિટ અને રૂ.64425 આવતું હતું. પરંતુ સોલર ઈન્સ્ટોલ કરાયા બાદ બે માસનું બિલ 13422 યુનિટ અને રૂપિયા 30200 આવતું થયું છે.
આ પણ વાંચો:સેફટી વીકને મળી જબરદસ્ત સફળતાઃ રૂ. 7.3 કરોડથી વધુના ભેળસેળિયા ખાદ્યપદાર્થ પકડાયા
આ પણ વાંચો:તહેવારો પહેલાં જ ખાદ્યતેલનાં ભાવમાં ભડકો, લોકોનું બજેટ ખોરંવાયું, મોંધવારીએ માઝા મૂકી!
આ પણ વાંચો:FSSAI ખાદ્ય સુરક્ષા અનુપાલન માટે ઈ-કોમર્સ, ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સનું મોનિટરિંગ સઘન બનાવે છે
