Isudan Gadhvi react: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAPનુ ટેબલ સાફ થઈ ગયું છે. એટલું જ નહીં કોંગ્રેસને પણ આના કારણે મોટો ફટકો પડ્યો છે. ખંભાળિયામાંથી AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી હારી ગયા છે. ઇસુદાન ગઢવી સામે ભાજપના મૂળુભાઇનો વિજય થયો છે. બીજી તરફ અલ્પેશ કથિરીયા વરાછામાંથી હારી ગયા છે. નેતા હોવાના કારણે અલ્પેશ પાટીદાર જીતશે તેવું લાગતું હતું પરંતુ તેમ થયું નહીં. તેમની સામે કુમાર કાનાણીની જીત થઈ છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખાસ બેઠકો મળી નથી. આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ યેસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા, અલ્પેશ કથિરીયા વગેરેનો પરાજય થયો છે. ત્યારે AAPના ખાસ ચહેરા ઇસુદાન ગઢવીએ હાર સ્વીકારીને લોકોના નિર્ણયને આવકાર્યો હતો અને જણાવ્યું કે 2024 અને 2027 મા ફરી જોમ જુસ્સા સાથે ફરી મેદાનમાં આવીશું.
આ પણ વાંચો: Gujarat Election/ગુજરાતમાં ભાજપે તોડ્યા તમામ રેકોર્ડ, PM મોદીની આ વાત પડી સાચી
