Gandhinagar News/ ફૂડ સેફટી વીકને મળી જબરદસ્ત સફળતાઃ રૂ. 7.3 કરોડથી વધુના ભેળસેળિયા ખાદ્યપદાર્થ પકડાયા

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત જીવન જરૂરી ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર ખૂબ સતર્ક છે. જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 3થી 17 ઓક્ટોબર દરમિયાન “ફૂડ સેફટી પખવાડિયા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 39 1 ફૂડ સેફટી વીકને મળી જબરદસ્ત સફળતાઃ રૂ. 7.3 કરોડથી વધુના ભેળસેળિયા ખાદ્યપદાર્થ પકડાયા

Gandhinagar News: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત જીવન જરૂરી ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર ખૂબ સતર્ક છે. જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 3થી 17 ઓક્ટોબર દરમિયાન “ફૂડ સેફટી પખવાડિયા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પખવાડિયાની અભૂતપૂર્વ સફળતા જોતા તા.૨૫ઓક્ટોબર સુધી ઉજવવામાં આવ્યું હતું. જે દરમિયાન તંત્ર દ્વારા રૂ. 7.3 કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્ય પદાર્થો પકડી ભેળસેળિયા વેપારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખાદ્ય ચીજોના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો, હોલેસેલરો, રીટેલર તથા કોલ્ડસ્ટોરેજ વગેરે જગ્યાએથી ફૂડ સેફટી પખવાડિયામાં અત્યાર સુધી કુલ 9,900થી વધુ નમુનાઓ લેવામાં આવ્યા હતા, જયારે 4,700 જેટલા ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા હતા.

વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, ફુડ સેફ્ટી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે 25 ઓકટોબર સુધીમાં વિવિધ કચેરીઓ દ્વારા ૩૨૭૪ એન્ફોર્સમેન્ટ નમુના અને 6,629 સર્વેલન્સ નમુના એમ કુલ 9,909 જેટલા નમુના લેવામાં આવ્યા હતા, જયારે 4661 થી વધુ ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યા હતા. અત્યાર સુધી તંત્ર દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાએ આકસ્મિક કુલ 175 રેડ કરી 260 ટન જેટલો આશરે રૂ. 7.3 કરોડનો શંકાસ્પદ ખાદ્યચીજનો જથ્થો તહેવારો દરમ્યાન ગ્રાહક સુધી ન પહોંચે તે માટે તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થો બિનઆરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, નાગરિકોના આરોગ્યના હિતમાં 12,095 કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખોરાક, જેની કિંમત અંદાજે રૂ. 22.3 લાખ થાય છે, તેનો નાશ પણ કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ : ઘરકંકાસમાં પતિએ પત્નીની કરી નાંખી હત્યા

આ પણ વાંચો: અમદાવાદ : સાસુ અને પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ કર્યું અગ્નિસ્નાન

આ પણ વાંચો: અમદાવાદ: પતિએ કરી બે દીકરી અને પત્નીની ગોળી મારીને હત્યા