Devbhumi Dwarka BJP: દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ સંગઠનમાં શિસ્તભંગ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પક્ષના નીતિ-નિયમો વિરુદ્ધ જઈને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરો સામે ભાજપે લાલ આંખ કરી છે. ભાણવડ તાલુકાના કાર્યકર જમનાદાસ કણસાગરાને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જિલ્લા પ્રમુખ મયુર ગઢવીનો કડક નિર્ણય
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવીએ પક્ષના શિસ્તનો ભંગ કરનારાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. જમનાદાસ કણસાગરાને ભાજપની તમામ જવાબદારીઓ અને પ્રાથમિક સભ્યપદેથી દૂર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. પક્ષની ગરિમાને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ બદલ આ આકરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
BJPમાં મચ્યો ખળભળાટ
માત્ર જમનાદાસ જ નહીં, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ પાંચ ભાજપ કાર્યકરો સામે પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. એકસાથે આટલા કાર્યકરો સામેના એક્શનને પગલે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પક્ષ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શિસ્તભંગ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા
આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ
