Ahmedabad News/ શિક્ષણ બોર્ડનો અંધેર વહીવટ : ધૂળેટીની જાહેર રજાના દિવસે ધો.10 અને 12ની પરીક્ષાનું પેપર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મુખ્ય બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા ના ટાઈમટેબલની જાહેરાત કરી છે. તેમા જાહેર રજાના દિવસે પરીક્ષાનું આયોજન કરાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા.

Ahmedabad Gujarat
ધો.10 અને 12ની પરીક્ષા ના ટાઈમ ટેબલ માં બેદરકારી

Ahmedabad News : શિક્ષણ બોર્ડમાં કેવો અંદેર વહીવટ ચાલે છે તેનું ઉદાહરણ ધો.10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવતા જોવા મળ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનું જે ટાઈમટેબલ જાહેર કરાયું છે તેમાં ધુળેટીના દિવસે એટલે કે 4 માર્ચના રોજ પરીક્ષાનું આયોજન કરાયું છે. જેને લઈને વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા છે.

ધો.10 અને 12ની પરીક્ષા ધૂળેટીની જાહેર રજાના દિવસે

ગત 11 ગત 11 નવેમ્બર, 2025ના રોજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની મુખ્ય બોર્ડની પરીક્ષાના ટાઈમટેબલની જાહેરાત કરી છે. બીજીતરફ 4 માર્ચ, 2026ના રોજ ધુળેટી છે. તે જ દિવસે ધો.10નું સામાજિક વિજ્ઞાન અને ધો.12નુ સામાન્ય પ્રવાહનું નામાના મૂળતત્ત્વો, સાયન્સ પ્રવાહનું જીવવિજ્ઞાનનું પેપરનું આયોજન કરાયું છે.

જ્યારે 27 નવેમ્બરના રોજ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2026ની સત્તાવાર જાહેર રજાઓની યાદી જાહેર કરવામાંઆવી હતી.. જેમાં હોળી-ધૂળેટીની 4 માર્ચ, 2026ના રોજ જાહેર રજા છે. જોકે, શિક્ષણ બોર્ડે જાહેર રજાના દિવસે પરીક્ષાનું આયોજન કરતાં શિક્ષણ બોર્ડનો અંધેર વહીવટ હોવાનું સામે આવ્યું છે. જાહેર રજાના દિવસે પરીક્ષાનું આયોજન કરાતા વાલીઓ સાથે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધો.૧૦-૧૨ની પરીક્ષાના પ્રથમ દિવસે જ ડમી અને કોપીકેસ સહીત ૧૪ કેસ નોંધાયા

આ પણ વાંચો: શાળા અને કોલેજો જાન્યુઆરીથી ખોલવાના સંકેત, ધોરણ 10 અને 12 ની પરીક્ષા માટે પણ લેવાઈ શકે છે નિર્ણય

આ પણ વાંચો: બોર્ડનાં વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ, વિદ્યાર્થીઓ,વાલીઓ,શિક્ષકો માટે લેખન સ્પર્ધા, 30 ડિસે.સુધી 84, વિદ્યાર્થી,શિક્ષક,વાલીની પસંદગી કરાશે, સ્પર્ધકો