Junagadh News/ જૂનાગઢમાં 68 લાખના દારૂના જથ્થા સાથે 1.16 કરોડનો મુદ્દામાલ કબજે

SMCએ છ વાહનો કબજે કરી ફરાર 9 આરોપીઓની શોધ હાથ ધરી

Gujarat Others

Junagadh News : જૂનાગઢમાં પોલીસે દારૂનો મોટો જથ્થો કબજે કરીને મોચી કાર્યવાહી કરી હતી. સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)ના અધિકારીઓને માહિતી મળી હતી કે જૂનાગઢના ભેંસાણ જિલ્લામાં રાફલિયા ગામના ખુલ્લા ખેતરમાં વાહનોમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે.

જેને આધારે પોલીસે આ ખેતરમાંથી છ વાહનોમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે રૂ.68,64,900 ની કિંમતનો દારૂનો જથ્થો તથા છ વાહનો મળીને કુલ રૂ. 1,16,35,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં 9 ફરાર આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ભેંસાણ પોલીસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિસનગર મારુ વતનઃ દીપક તિજોરી

આ પણ વાંચો:કેનેડાના PRના બહાને મહેસાણાના દંપતી સાથે 25 લાખનો ફ્રોડ

આ પણ વાંચો:મહેસાણામાં જમીન પચાવી પાડવાના કાવતરાનો પર્દાફાશ