IPL 2026/ રાજ્ય સરકાર દ્વારા શ્રમિકો માટે LPG તેમજ ભોજનની કરાયેલ વ્યવસ્થા

રાજ્ય સરકારે એલપીજી અને શ્રમિકોના ભોજન માટે પૂરતી વ્યવસ્થા કરેલી છે. તેને લઈને રાજ્યના કોઈપણ શહેરોમા હવે બૂમરાણ આવતી નથી. લોકો હવે અફવાઓને માનતા નથી. તેથી પુરવઠા મોરચે સ્થિતિ રાબેતા મુજબ છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: શ્રમ અને રોજગાર વિભાગ હેઠળની સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી કેન્ટીનોને 100% LPG પૂરો પાડવામાં આવે છે. ઔદ્યોગિક કેન્ટીનમાં શ્રમિકોની ભોજન વ્યવસ્થા માટે 25% જથ્થો ફાળવેલ છે. શ્રમિકો માટે પાંચ કિલો સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં 54,000 થી વધુ પાંચ કિલો સિલિન્ડરનું વિતરણ કરવામાં આવેલ છે, જે બાબતે ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે.

શ્રમ અને રોજગાર વિભાગ, ઉદ્યોગ વિભાગ તેમજ ઉદ્યોગો સાથે ઘનિષ્ઠ સંકલન કરીને જરૂરિયાત મુજબ પાંચ કિલોના સિલિન્ડર પૂરા પાડવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ ઉપરોક્ત પગલાંના કારણે સુરત રેલવે ડિવિઝન દ્વારા ઉપલબ્ધ ડેટા મુજબ, વર્ષ 2025ની સરખામણીમાં વર્ષ 2026માં અંદાજિત ૫૦% શ્રમિકોએ મુસાફરી કરેલ છે.

આ ઉપરાંત સુરત ઔદ્યોગિક ઝોન જેમાં વલસાડ, નવસારીનો પણ સમાવેશ થાય છે જેમાં ખૂબ ઓછી સંખ્યામાં શ્રમિકોનું સ્થળાંતર જોવા મળેલ છે. સુરત ખાતે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં, કલેક્ટરશ્રી તથા અન્ય અધિકારીશ્રીઓની ઉદ્યોગો સાથે યોજાયેલી બેઠકમાં સર્વે ઉદ્યોગોએ LPG માટે રાજ્ય સરકારે કરેલ વ્યવસ્થા માટે સંતોષ દાખવેલ છે તેમજ કોઈ ફરિયાદ મળેલ નથી.


આ પણ વાંચો: અમદાવાદ-સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં LPG સિલિન્ડરની તીવ્ર અછત,જૂની અરજીઓ પણ મહિનાઓથી અટવાઈ

આ પણ વાંચો: કોમર્શિયલ LPGના ભાવમાં મોટો વધારો, રેસ્ટોરાં-હોટેલોમાં જમવાનું 5થી 10 ટકા, કેટલાક સ્થળોએ 20 ટકા સુધી મોંઘું થશે

આ પણ વાંચો: ભારતમાં ઇંધણ પર ભારે નુકસાન, OMCsને પેટ્રોલ, ડીઝલ,LPG પર ₹40,000 કરોડથી વધુનો ઝટકો